ગુજરાત ભાજપમાં ‘નો રિપીટ’ થિયરીથી ભડકો!

ગુજરાત ભાજપમાં ‘નો રિપીટ’ થિયરીથી ભડકો!
ગુજરાત ભાજપમાં ‘નો રિપીટ’ થિયરીથી ભડકો!

શપથ વિધિ મોકુફ, હવે આવતીકાલે બપોરે 1:30 વાગ્યે નવી કેબીનેટનો શપથવિધિ સમારંભ યોજાશે: પક્ષમાં મોટો ડખ્ખો સર્જાતા આજનો સમારંભ અચાનક રદ કરવાની ફરજ પડી
પડતા મુકાયેલા મંત્રીઓ અને ભાજપના અન્ય નેતાઓમાં બળવાના એંધાણ જોતા હચમચી ઉઠી નેતાગીરી: રાજભવનમાં આજે યોજાનારી શપથ વિધિની તમામ તૈયારીઓ થઇ ગયા બાદ અચાનક કાર્યક્રમ રદ કરાયો, આજની તારીખના પોસ્ટર ફાડી નખાયાની ચર્ચા

ગુજરાતનાં નવા મંત્રી મંડળની શપથ વિધિનો કાર્યક્રમ એકાએક મુલત્વી રાખવો પડયો છે કેમ કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના નવા રચાનારા મંત્રી મંડળમાં ‘નો રીપીટ’ થીયરીનો અમલ કરવામાં આવતા ભાજપમાં આજે અસંતોષનો જવાળા મુખી ભભૂકી ઉઠયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

રૂપાણી સરકારનાં તમામ મંત્રીઓને પડતા મુકવામાં આવ્યાની વાત જાહેર થઇ જતા ભાજપ માં ભુંકપ સર્જાયો હતો અને ભાજપના પડતા મુકાયેલા મંત્રીઓ તથા અન્ય નેતાઓમાં બળવો જાગી ઉઠવાના એંધાણ નજરે પડતા ભાજપનું મોવડી મંડળ હચમચી ઉઠયું હતું

અને આજનો શપથ વિધિ કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો હતો.ભાજપની સરકાર રચવાની પ્રક્રિયામાં જૂના કોઇપણ મંત્રીઓને લેવામાં આવ્યા ન હતા એ હકીકત જાહેર થઇ ગઇ હતી.

તમામ નવા ચહેરાને સ્થાન આપવાની થીયરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ પધ્ધતી ભાજપની નેતાગીરીને ભારે પડી ગઇ છે અને બળવો જાગી ઉઠયો હોવાથી આજનો શપથ વિધિ કર્યાક્રમ મોકુફ રાખવામાં આવ્યો છે.

હવે આવતીકાલ તા.16ને ગુરૂવારે રાજભવનમાં શપથ વિધિ કાર્યક્રમ યોજાશે તેવું ભાજપના સુત્રોએ જાહેર કર્યુ હતું. છેલ્લી ઘડીએ શપથ વિધિ કાર્યક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી.

રાજભવન ખાતે શપથ વિધિ તા.15મી યોજાઇ રહયાનું દર્શાવતા પોસ્ટર પણ ફાડી નાખવામાં આવ્યા હતા. રાજભવન ખાતે લગાડવામાં આવેલા આજના કાર્યક્રમમાં તમામ બોર્ડ અને બેનર ઉતારી લેવામાં આવ્યા હતા.

ડેમેજ કંટ્રોલ કરવા માટે ઝબરી દોડધામ મચી ગઇ હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહયો છે. મંત્રીમંડળમાંથી પડતા મુકાયેલા તમામ મંત્રીઓ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાની ધસી ગયા છે

અને બેઠક ચાલી રહી છે. જયારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નિવાસ સ્થાને પણ બેઠક ચાલી રહી છે. ત્યાં મંત્રી પદના દાવેદારોનો જમેલો લાગ્યો છે.

જયારે ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મુખ્યસચિવ પંકજકુમાર સાથે બંધ બારણે ચર્ચા કરી રહયા છે. અગાઉનો અહેવાલ નીચે મુજબ છે.
અત્યાર સુધી ભાજપમાં કે અન્ય કોઇ પક્ષમાં બન્યું નથી.

એવી રીતે આ વખતે એક જ પક્ષની નવી બનેલી સરકાર સાવ નવી નકોર બનાવવામાં આવી હોવાની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. ભાજપ અને ગાંધીનગરમાં વગ ધરાવતા રાજકીય અને જાણકાર સુત્રોએ એવો રહસ્ય સ્પોટ કર્યો છે

કે, ભુપેન્દ્ર પટેલની નવી રચાનારી કેબિનેટમાં તમામ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. નો રીપીટ થિયરીને અમલમાં મુકીને આખી રૂપાણી કેબિનેટ પડતી મુકવામાં આવી છે.

નવા અને યુવા ચહેરાને તક આપવામાં આવી છે એવું જાણવા મળ્યું છે.માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું કે, નવી કેબીનેટમાં સૌરાષ્ટ્ર-કચ્છના કમશેકમ છ ધારાસભ્યોને મંત્રી તરીકે સ્થાન મળી શકે છે.

બે થી ત્રણ મહિલાઓને પણ મંત્રી પદ આપવામાં આવે તેવી શકયતા છે. જાણવા મળ્યું છે કે, ભાજપ મોવડી મંડળના આદેશથી ગુજરાતની ભાજપને નવી સરકારની રચનાની પ્રક્રિયામાં નોરીપીટ થીયરીનો પુરેપુરો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એક દિવસ માટે રહેલા મંત્રીને પણ નવી કેબીનેટમાં સ્થાન આપવામાં નહીં આવે. નવી કેબીનેટની શપથ વિધિ હવે ગણતરીના કલાકોમાં થવાની છે ત્યારે પડતા મુકાયેલા મંત્રીઓ બપોરે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શરણે દોડી ગયા હતા.

રૂપાણીના નિવાસ સ્થાને પહોંચેલા પૂર્વ મંત્રીઓમાં વાસણ આહીર, ઇશ્ર્વર પટેલ, યોગેશ પટેલ, કિશોર પરમાર, બચુ ખાબડ વગેરેનો સમાવેશ થયા છે.

અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે, ઇશ્ર્વર પરમાર રૂપાણીના નિવાસ સ્થાને થઇને સી.આર.પાટીલના ઘરે ચાલી રહેલી બેઠકમાં પણ પહોંચી ગયા હતા.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નિવાસ સ્થાને ભાજપના ધારાસભ્ય અને નેતાઓનો જમાવડો થયો છે અને સઘન ચર્ચા-વિચારણા ચાલી રહી છે. એમના નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં સુરતના હર્ષ સંઘવી, રાજકોટના ગોવિંદ પટેલ, ઇશ્ર્વર પરમાર વગેરે હાજરી આપી રહયા છે.

આ રીતે ભાજપમાં નવી સરકારનાં નવા ચહેરાને લઇને ખુબ જ આતુરતા સાથે ભારે ચર્ચા-વિચારણા શરૂ થઇ ગઇ છે. એવું પણ જાણવા મળ્યું છે કે, 60 વર્ષથી ઓછી વયના ધારાસભ્યોને જ નવી કેબીનેટમાં સ્થાન અપાઇ રહયું છે.

દરમ્યાન પડતા મુકાયેલા તમામ મંત્રીઓને નિવાસ સ્થાનો ખાલી કરી દેવાની સુચનાઓ પણ આજે જ અપાઇ ગઇ છે. રાજયકક્ષાના અને કેબીનેટ કક્ષાના તમામ ડ્રોપ

Read About Weather here

થયેલા મંત્રીઓને એમના સત્તવાર આવાસો ખાલી કરી દેવા સુચના અપાતા ગાંધીનગરમાં ભારે દોડધામ જોવા મળી રહી છે અને જાતજાતની ચર્ચા, અનુમાનો તથા અટકળોની આંધી ફેંલાય ગઇ છે.(2.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here