સૌરાષ્ટ્ર ક્રાંતીમાં તા.26/2નાં રોજ પ્રસિધ્ધ થયેલ અહેવાલ બાદ ગત બુધવારના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની પ્રક્રિયા જાહેર
રાજકોટ જિલ્લા પંચાયત સિંચાઇ વર્તુળ રાજકોટ મહેકમની ભરાયેલ તથા ખાલી જગ્યાની વિગત મુજબ રાજકોટ જિલ્લામાં સિંચાઇ અધિકારીઓ-કર્મચારીઓની કુલ મંજૂર થયેલ જગ્યાઓ 134 છે જેમાંથી માત્ર 32 જગ્યાઓ જ ભરાયેલી છે અને 102 જગ્યાઓ ખાલી પડેલી છે. તા.26/2ના રોજ સૌરાષ્ટ્ર ક્રાંતી દ્વારા આ અહેવાલ બહાર પડાયા બાદ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગત તા.2 ના રોજ અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) (વર્ગ 3) ની ખાલી જગ્યા પર સીધી ભરતી માટે ઉમેદવાર પસંદગી માટે ઓનલાઈન અરજી પત્રક મંગાવવાની શરૂ કરાઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
સૌરાષ્ટ્ર ક્રાંતીમાં તા.26/2ના રોજ રાજકોટ જિલ્લા સિંચાઇ વિભાગના તમામ પેટા વિભાગની મંજૂર થયેલ જગ્યા, ભરાયેલ જગ્યા અને ખાલી જગ્યાઓનો આંકડા સહિત અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો જે મુજબ સિંચાઇ વર્તુળમાં મંજૂર થયેલ 134 જગ્યાઓ સામે માત્ર 32 જ જગ્યાઓ ભરાયેલ છે અને 102 જગ્યાઓ ખાલી પડી છે.તે બાદ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અધિક મદદનીશ ઇજનેરની 18 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
Read About Weather here
જિલ્લામાં હજુ બાકી પડેલી જગ્યાઓ અને સિંચાઇના કામમાં વધુ ઉપયોગી એવા નાયબ કાર્યપાલક ઇજનેર અને વર્ક આસિસ્ટન્ટની ખાલી પડેલી જગ્યાઓની ભરતી ક્યારે બહાર પડશે તેની ચર્ચાઓ જિલ્લા પંચાયત સિંચાઇ વર્તુળમાં થઈ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here