ગુજરાત ટાઇટન્સ ઈન પ્લેઓફ…!

ગુજરાત ટાઈટન્સ:IPL 2022 ના ચેમપીયન્સ
ગુજરાત ટાઈટન્સ:IPL 2022 ના ચેમપીયન્સ
હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાતે બધાને પાછળ છોડીને IPL પ્લેઓફમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. ગુજરાત ટાઇટન્સ ટીમ IPL 2022માં ખૂબ જ સારી રમત બતાવી રહી છે.ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ને 62 રનથી હરાવ્યું હતું. મેચ બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા ખુશ દેખાયો અને ઘણા ખેલાડીઓના વખાણ કર્યા.ટીમની 62 રનની જીત બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું, ‘જે રીતે દરેક પ્લેયરે બેટિંગ કરી, ખાસ કરીને શુભમન ગિલ, મને ખ્યાલ આવી ગયો કે 144 રન બનાવ્યા પછી અમારી પાસે સારી તક હશે. મને લાગે છે કે તેમના બોલરોએ થોડી શોર્ટ બોલિંગ કરી. ફુલ લેન્થ બોલ પર સારા પરિણામ આવી રહ્યા હતા. અમે ગ્રૂપમાં એક જ વસ્તુ વિશે વાત કરી હતી કે વિરોધી ટીમને જ્યાં શોટ રમવો મુશ્કેલ લાગે છે ત્યાંજ બોલિંગ કરો અને અમે એવું જ કર્યું.

Visit Saurashtra Kranti Homepage here

ફોટો- IPLT20.COM

1.શુભમન ગિલ:શુભમન ગિલ ખૂબ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે ગુજરાત ટાઇટન્સ માટે ઘણી મહત્વની ઇનિંગ્સ રમી છે. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે, શુભમન ગિલે 49 બોલમાં 63 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા સામેલ હતા. શુભમન ગિલની ક્લાસિક ઇનિંગ્સના કારણે ગુજરાત ટાઇટન્સ મેચમાં સન્માનજનક સ્કોર બનાવી શકી હતી. ગિલે IPL 2022ની 12 મેચોમાં 322 રન બનાવ્યા છે, જેમાં ત્રણ મોટી અડધી સદીનો સમાવેશ થાય છે.

તેવટિયા ગુજરાત માટે એક મહત્વપૂર્ણ ફિનિશરનો રોલ નિભાવી રહ્યો છે. (ફોટો સોર્સ IPLT20.COM)

2.રાહુલ તેવટિયા:રાહુલ તેવટિયાએ છેલ્લી ઓવરોમાં ગુજરાત ટાઇટન્સ માટે ઘણી મેચ જીતી છે. રાહુલ તેવટિયા લાંબી સિક્સર મારવા માટે પ્રખ્યાત છે. લખનઉ સુપર જાયન્ટ્સ સામે રાહુલે 16 બોલમાં 22 રન બનાવ્યા જેમાં ચાર તોફાની ચોગ્ગા સામેલ હતા. રાહુલ તેવટિયા ગુજરાત ટાઇટન્સ માટે મોટા ફિનિશર તરીકે ઉભરી આવ્યો છે. તેણે સતત બે બોલમાં બે છગ્ગા ફટકારીને પંજાબ કિંગ્સ સામે ગુજરાતને જીત અપાવી હતી.

રાશિદ ખાન બોલ અને બેટ બંનેથી ગુજરાતને જીતાડી રહ્યો છે- ફોટો (IPLT20.COM)

3.રાશિદ ખાન:ભારતીય પીચો હંમેશા સ્પિનરો માટે મદદગાર રહી છે. આ પીચોનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને રાશિદ ખાને લખનઉ સુપર જાયન્ટ્સની બેટિંગને પત્તાની જેમ વેરવિખેર કરી નાખી. તેણે લખનઉની ટીમના બેટ્સમેનોને ખુલીને રન મારવા ન દીધા. મેચમાં તેણે 3.5 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. રાશિદ ખાનના કારણે લખનઉની ટીમ ટાર્ગેટ સુધી પહોંચી શકી ન હતી અને 62 રનના મોટા અંતરથી મેચ હારી ગઈ હતી.ગાવસ્કરે કહ્યું ગુજરાત સંપૂર્ણ આઝાદી સાથે રમી રહી છે અને તે નિડર છે. તેની રમતમાં દુનિયાનો કોઈ ડર નથી તેથી તેઓ જીતી રહ્યા છે.

Read About Weather here

તેઓ પોતાની રમતનો આનંદ લઈ રહ્યા છે અને સકારાત્મક ક્રિકેટ રમી રહ્યા છે.મંગળવારે લખનઉ અને ગુજરાતની મેચ પહેલા હરભજન સિંહે ગુજરાત જીતશે એમ કહી દીધું હતું. તેણે કહ્યું હતું કે ગુજરાત આ મેચ જીતીને પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બનશે. આ ટીમને હરાવવી વિરોધી ટીમ માટે ખૂબ જ મુશ્કેલ કામ બની રહેશે.હાર્દિક પંડ્યાની ટીમ ખૂબ જ મજબૂત છે, રાશિદ ખાન ખતરનાક ફોર્મમાં છે અને કોચ આશીષ નહેરા તેને આત્મવિશ્વાસ પણ આપી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here