ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના નવનિયુકત પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડીયાનો સન્માન સમારોહ તા.18મીએ યોજાનાર છે. જેમાં ગુજરાત રાજય ચુંવાળીયા કોળી સમાજની એક મિટિંગ મળી હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી સમાજ આગેવાનો આવ્યા હતા. આ મિટિંગમાં સર્વાનુમતે 2ાજકોટના ઉદ્યોગપતિ અને સમાજના આગેવાન ધર્મેશભાઈ જંજવાડીયાની પ્રમુખ તરીકે સર્વાનુમતે વ2ણી કરવામાં આવી હતી. જેને સહર્ષ વધાવી લેવા માટે આગામી તારીખ 18 ના રોજ હેમુગઢવી હોલ, રાજકોટ ખાતે બપોરે 2:30 કલાકે સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
આ સન્માન કાર્યક્રમમાં અન્ય સમાજની સંસ્થાના આગેવાનો ઉપરાંત સમાજની વિવિધ સંસ્થાઓ મળી 51 થી વધુ સંસ્થા દ્વારા સન્માન કરવાનું આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર ગુજરાતમાંથી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે. આ સન્માન કાર્યક્રમ સાથે ગુજ2ાત ચુંવાળીયા કોળી સમાજના જીલ્લા અને પ્રદેશનું માળખું પણ જાહેર કરવા સાથે નવનિયુકત હોદેદારોનું પણ સન્માન અને નિમણુંક કરવામાં આવશે.
નોંધનીય છે કે, ગત મહિને રાજકોટ ખાતે ગુજરાત ચુંવાળીયા કોળી સમાજની ખાસ બેઠક યોજાઈ હતી. જેમાં ચુંવાળીયા કોળી સમાજનું ક્ધયા છાત્રાલય બનાવવા સહિતના મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ સાથે જ સમગ્ર ગુજરાતમાંથી આવેલા આગેવાનો, હોદ્ેદારો, શુભચિંતકોએ એક સૂર વ્યકત કરતા ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખપદે લોકલાડીલા ભામાશા ધર્મેશભાઈ જંજવાડીયાની વરણી કરવામાં આવી હતી. તેઓ વર્ષોથી કોળી સમાજના દરેક પ્રસંગો, ઉત્સવો, કાર્યક્રમોમાં તન, મન, ધનથી સહભાગી થતાં આવ્યા છે અને સામાજીક ક્ષેત્રે સારો માન-મોભો ધરાવે છે.
Read About Weather here
આ સન્માન મહોત્સવ કાર્યક્રમની ચુંવાળીયા કોળી સમાજના આગેવાનો દિનેશભાઈ મકવાણા, નટુભાઈ કુંવરીયા, દેવભાઈ કોરડીયા, ભરતભાઈ ડાભી, દેવાંગભાઈ કુકાવા, રાજુભાઈ પંચાસરા, યોગેશભાઈ રીબડીયા, વિજયભાઈ મેથાણીયા, સુભાષભાઈ અધોલા, જેન્તીભાઈ બોરીચા વગેરેના માર્ગદર્શન હેઠળ યુવા કાર્યકરો દ્વારા તડામાર તૈયારી થઈ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here