ગુજરાત કોંગ્રેસમાં ‘પંજાબવાળી’?

ગુજરાત કોંગ્રેસમાં ‘પંજાબવાળી’?
ગુજરાત કોંગ્રેસમાં ‘પંજાબવાળી’?

કોંગ્રેસ ત્રણેય મુખ્ય ગાંધી સાથે પ્રશાંત કિશોર દ્વારા જડબેસલાક વ્યૂહ રચના ઘડાયાનો સૂચક નિર્દેશ
માત્ર ચૂંટણી સમયે મેદાનમાં આવતા પ્રદેશના મોસમી નેતાઓને હાંકી કાઢવાની તૈયારીઓનો નક્કર સંકેત, ભાજપની જેમ સગાવાદ અને વ્હાલા-દવલાની નીતિને બાજુએ મુકી વફાદાર કાર્યકરો પર કળશ ઢોળવાની તૈયારી : ગાંધીનગરથી નવી દિલ્હી સુધીના કોંગ્રેસ પક્ષમાં નવા-જુની અને ફેરફારોની જબરી ચર્ચા

છેલ્લા લગભગ બે દાયકાથી કેન્દ્રીય ઉપરાંત રાજય સ્થળે પણ સતત પરાજય સહન કરીને નિરાશાની ગરકામાં ધકેલાઇ રહેલી કોંગ્રેસ નખસીક કાયાકલ્પ કરવાનું બીડુ ઝડપી લેનાર ‘ચૂંટણી કારણ’ના ખેલંદા, ચબરાખ વ્યૂહબાજ અને હરીફ પક્ષોને ભૂપાઇ દેવાની કાબેલ લડાયક પધ્ધતી ધરાવતા અનોખા વ્યૂહબાજ પ્રશાંત કિશોરની વ્યૂહરચના કોંગ્રેસ મોવડીઓના ગળે ઉતરી ગઇ હોય એવા નક્કર સંકેતો રાજકીય વર્તુળો અને ખાસ કરીને કોંગ્રેસના આંતરીક વર્તુળોમાંથી પ્રાપ્ત થઇ રહયા છે.

Subscribe Saurashtra Kranti here

જે રીતે પ્રશાંત કિશોરે ગણતરીના દિવસોમાં પંજાબ કોંગ્રેસનું ગુચવાયેલુ કોકડુ ઉકેલી નાખ્યું છે અને જે ર્ફોમ્યુલા અમલમાં મુકી છે તેના પગલે રાજકીય લોબીમાં જોરશોરથી એવી ચર્ચાની આંધી ઉઠી રહી છે કે, ગુજરાત કોંગ્રેસમાં પણ નજીકના ભવિષ્યમાં ‘પંજાબવાડી’ થવાની પુરેપુરી શકયતા ઉભી થઇ છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં ધરમુળથી વ્યાપક અને અણધાર્યા જોરદાર ફેરફારો થવાના ભણકારા વાગી રહયા છે.

તાજેતરમાં ટોચના ચૂંટણી વ્યૂહકાર અને રણનીતિના ચાણકય ગણાતા પ્રશાંત કિશોર સાથે કોંગ્રેસના ટોચના ત્રણેય મોવડીઓએ એ પ્રકારે વ્યાપક, ઉંડી અને સઘન ચર્ચાનું સેસન ચલાવ્યું તેના પગલે એ હકીકત ધીમેધીમે સ્પષ્ટ બની રહી છે કે, કોંગ્રેસ સતત પરાજયોની કાલીમાંથી છૂટવા માટે પ્રશાંત કિશોરને વિધાનસભાથી માંડીને સંસદ સુધીની ચૂંટણી માટે કોંગ્રેસને તૈયાર કરવાનું કામ પ્રશાંત કિશોરને સોંપવા કોંગ્રેસની નેતાગીરીએ મન બનાવી લીધુ છે

અને દરેક રાજયોમાં કોંગ્રેસને ફરી એક વખત વિજયી યુનીટ બનાવવાનું પ્રશાંત કિશોરે પણ બિડુ ઝડપી લીધુ છે એ માટેની દરેક રાજયોની ર્ફોમ્યુલા નક્કી થઇ રહી છે. એ મુજબ દરેક રાજયોમાં કોંગ્રેસના માળખામાં જોરદાર અચાનક ફરેફારો થવાની અને પક્ષની ધુરા યુવાન તથા વફાદાર કાર્યકરોના હાથમાં ધરવાની વ્યૂહરચના પર ગંભીરતાથી મનોમંથન કરવામાં આવી રહયું છે.

પ્રશાંત કિશોર દ્વારા કોંગ્રેસ સાથે ચૂંટણી લક્ષી વ્યૂહરચના અંગે કામગીરી સંભાળવાનો અને દરેક ચૂંટણી માટે વ્યૂહરચના અને રોડ મેપ તૈયાર કરવાનો સંકેત પણ આપી દેવાયો છે એ મુજબ લાંબા સમયથી કોંગ્રેસ હાઇ કમાન્ડ માટે માથાનો દુ:ખાવો બનેલા પંજાબ કોંગ્રેસના મામલાને સૌ પહેલા પ્રશાંત કિશોરે હાથમાં લીધો અને સમાધાનની ર્ફોમ્યુલા ગણતરીના દિવસોમાં શોધી કાઢી છે.

આ ર્ફોમ્યુલા મુજબ બળવાખોર બનવા જતા યુવા અને તેજાબી નેતા નવજોતસિંધ સીધુને પંજાબ કોંગ્રેસનું સંગઠન સોંપી પ્રમુખ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જયારે આગામી વિધાનસભા ચૂંટણી કેપ્ટન અમરીન્દરસિંધના નેજા હેઠળ જ લડવાનું નક્કી થયું છે.

પંજાબ, મધ્યપ્રદેશ અને અન્ય કેટલાક રાજયોમાં કોંગ્રેસનો ઇતિહાસ જોતા એવું લાગે છે કે, આ રાજયોમાં જેને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે એ ભાવી મુખ્યમંત્રી હોય છે એટલે કે ચૂંટણીઓ પછી બહુ મતી મળે તો પ્રદેશ પ્રમુખ ને જ મુખ્યમંત્રી તરીકે સત્તારૂઠ કરવામાં આવે છે. એટલે એવું લાગે છે કે, સીધુને ભાવી મુખ્યમંત્રી તરીકે આગળ કરવામાં આવી રહયા છે.

આ ર્ફોમ્યુલા કેપ્ટને જાહેરમાં તો સ્વીકારી લીધી છે પરંતુ એમનો આંતરીક અસંતોષ હજુ સમી ગયો નથી. એવું પંજાબ કોંગ્રેસના વર્તુળો કહે છે. જે હોય તે મુળ મુદ્ો એ છે કે, કોંગ્રેસના બગડેલા ઘર એક પછી એક સમારવાની દિશામાં મોવડી મંડળ પ્રશાંત કિશોરની વ્યૂહરચના મુજબ ઝડપભેર આગળ વધવા માગે છે એટલે જ ગુજરાત કોંગ્રેસમાં ટુંક સમયમાં નવા જુની થવાની સંભાવનાઓ પર જબરી ચર્ચાઓ અને ડિબેટ શરૂ થઇ ગયા છે.

જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના વડા એવા ત્રણેય ગાંધીને પ્રશાંત કિશોરે એવા રાજકીય ગણીતને ફોલોપ કરવાની સલાહ આપી છે કે, જો ચૂંટણીઓ જીતવી હોય તો દરેક રાજયમાં તેજીલા યુવાન અને સાથે સાથે વફાદાર યુવાનોને અત્યારથી જ ધુરા સોંપવી જરૂરી બનશે.

ગુજરાત કોંગ્રેસની છેલ્લા દોઢ દાયકાની પરિસ્થિતિ બિલકુલ યોગ્ય ન હોવાનું કિશોરનું માનવું છે કેમ કે, પંચાયતથી માંડીને ધારાસભા અને સંસદ સુધીની ચૂંટણીઓ સમયે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા કોઇ સફળ વ્યૂહરચના અમલામાં મુકવામાં આવી નથી. જેના પરીણામો કોંગ્રેસે ભોગવ્યા છે.

છેક ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસ સુધી ઉમેદવારને મેન્ડેડ ન મળે, મેન્ડેડનો કાગળ ગાયબ થઇ જાય અથવા તો કોઇ જુટવી જાય એવી શરમ જનક ઘટનાઓ ગુજરાત કોંગ્રેસમાં બનતી રહી છે. પ્રશાંત કિશોર મોવડીઓને કહે છે કે, સંગઠનને મજબુત કરવાના કાર્યને અગ્રીમતા આપવી પડે તેમ છે.

એ માટે તાલુકા કક્ષાથી માંડીને જિલ્લા અને પ્રદેશ કક્ષા સુધી નેતાગીરીમાં ધરમુળથી પરીવર્તન લાવવું જરૂરી છે. પ્રદેશ પ્રમુખ તરીકે પણ સીધુ જેવા તેજીલા, યુવાન અને તેજાબી વકતવ્ય માટે જાણીતા નેતાની શોધ ગુજરાતમાં પસંદ કરવામાં આવી છે એવું દ્રષ્ટિગોચર થઇ રહયું છે.

સાથેસાથે પ્રદેશ કોંગ્રેસની કામગીરીમાં પણ મોટાપાયે પરિવર્તનો લાવવાની ર્ફોમ્યુલા વિચારાધીન છે. ગ્રાસરૂપ સુધી આમ જનતા સાથેનો સતત જીવંત સંપર્ક રાખવો, લોકોના પ્રશ્ર્નોને મોટા પાયે હાઇલાઇટ કરવા અને જરૂર પડયે સત્તા તંત્રની નિષ્ફળતાઓ સામે બુલંદ અવાજે રણત લકાર કરતા રહેવું એવી કાર્ય શૈલી અપનાવવાની પ્રદેશ કોંગ્રેસ સંગઠનને તાકિદ કરવામાં આવી છે.

જરૂર પડયે આગામી દિવસોમાં કોંગ્રેસ સંગઠનમાં ઉપરથી નીચે સુધી નેતાગીરીમાં જોરદાર, અણધાર્યા અને વ્યાપક ફેરફારો કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી શકે છે.

ચૂંટણીઓ સમયે મેદાનમાં આવીને મોવડી મંડળને ઇમ્પ્રેસ કરી ટીકીટ લઇ જતા મોસમી નેતાઓના ફાલને સીફત પુર્વક પક્ષમાંથી સાફ કરી નાખવામાં આવે એવા ભણકારા પણ વાગી રહયા છે.

મોવડી મંડળને એવું પણ સમજાવવામાં આવ્યું છે કે, જો ભાજપની નેતાગીરી ગુજરાતમાં ટીકીટ ફાળવણી સમયે સગાવાદને અને વ્હાલા દવલાની નીતિની તિલાનજલી આપી શકી હોય અને નવોદીપ યુવા ચહેરાઓને મોટા પાયે ચૂંટણી મેદાનમાં ઉતારીને ધારી સફળતા મેળવી શકય હોય તો કોંગ્રેસ શું કામ એવું ન કરી શકે? રાજયમાં પાછલી કેટલીક સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓમાં ભાજપના નવા પ્રયોગને જબરી સફળતા મળી છે.

Read About Weather here

એક વ્યકિતએ પોતાનો નિયમનું ભાજપે મજબુતી પાલન કરીને ટીકીટ ફાળવણીમાં સગાવાદ અને જૂથવાદનો કાકરો કાઢી નાખ્યો તો કોંગ્રેસ શું કામ ન કરી શકે? કોંગ્રેસમાં હવે આગામી દિવસોમાં વ્યાપક ફેરફારોની સાથે સાથે યુવાન અને નવા ચહેરાઓને રાજકારણની અને પક્ષની સીડી પર વધુને વધુ ઉંચે ચડાવતા રહેવાની નક્કર અને સચોટ વ્યૂહરચના અમલમાં મુકાશે એવા મજબુત સંકેતો દિલ્હીથી પ્રાપ્ત થઇ રહયા છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here