ગુજરાત કોંગ્રેસનાં નેતાઓને દિલ્હીનું તેડું: તાકીદની બેઠકો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ સાવ નજીક આવી ગઈ છે ત્યારે કોંગ્રેસ મોવડી મંડળે પ્રદેશ કોંગ્રેસને ચૂંટણીજંગ માટે સજ્જ કરવા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આજે મોવડીઓનું તેડું આવતા ગુજરાત કોંગ્રેસનાં અડધો ડઝન નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે અને શ્રેણીબધ્ધ બેઠકોનું આયોજન થઇ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

મોવડી મંડળે તેડું મોકલતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા વિપક્ષી નેતા સુખરામ રાઠવા અને ગુજરાત ખાતેનાં પ્રભારી ડો.રઘુ શર્મા સહિત 6 જેટલા ટોચનાં નેતાઓ દિલ્હી પહોંચી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

Read About Weather here

ડો.રઘુ શર્મા દ્વારા પ્રદેશ કોંગ્રેસની તૈયારીઓ અંગેનો અને સૂચનો સાથેનો અહેવાલ મોવડી મંડળ સમક્ષ રજૂ કરવામાં આવનાર છે. ગુજરાતમાં કોંગ્રેસને ચૂંટણી જંગ માટે સજ્જ કરવા અને ધાર્યા કરતા વધુ સફળતા પ્રાપ્ત કરવાના હેતુથી ચૂંટણીલક્ષી વ્યૂહરચના અંગે મોવડી મંડળે પ્રદેશ નેતાઓ સાથે ગહન મનોમંથન શરૂ કરી દીધું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here