ગુજરાતમાં 90 હજાર આઇસોલેશન બેડ ઉપલબ્ધ

રાજકોટમાં 21,836 ઔદ્યોગિક મિલકતોને નોટીસ
રાજકોટમાં 21,836 ઔદ્યોગિક મિલકતોને નોટીસ

કોરોનાના ત્રીજા વેવનો સામનો કરવા 13716 આઇસીયુ બેડ તૈયાર: લોકસભામાં આરોગ્ય રાજય મંત્રી ભારતી પવારે જાહેર કરી માહિતી

ગુજરાતમાં કોરોનાના ત્રીજા વેવના સામના માટે કેટલી તૈયારી કરવામાં આવી છે એ વિશે પુછાયેલા પ્રશ્ર્નોનો લોકસભામાં જવાબ આપતા કેન્દ્રના આરોગ્ય રાજયમંત્રી ભારતી પવારે એવી માહિતી આપી હતી કે, ગુજરાતમાં 90211 જેટલા સાઇસોલેશન બેડ ઉપલબ્ધ છે.

Visit Saurashtra Kranti Homepage here

આઇસીયુ બેડની સંખ્યા અલગ છે. રાજયમાં કોરોનાના ત્રીજા વેવના સામના માટે 13716 આઇસીયુ બેડ પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

ગૃહમાં સરકારે માહિતી આપી હતી કે, રાજયમાં હાલ 6516 વેન્ટીલેટર ઉપલબ્ધ છે. દેશભરમાં કુલ 58659 જેટલા વેન્ટીલેટર ઉપલબ્ધ છે.

એજ રીતે દેશમાં કુલ 22950 કોવિડ કેર કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે જેમાંથી 2275 કોરોના કેર કેન્દ્રો ગુજરાતમાં છે.

ટેસ્ટીંગની સવલત અંગે સવાલ થતા આરોગ્ય રાજય મંત્રીએ માહિતી આપી હતી કે, ગુજરાતમાં અત્યારે ટેસ્ટીંગ માટે 124 લેબોલેટરી સક્રિય છે જે સરકારી ધોરણે કાર્યરત છે. જયારે 68 ખાનગી કોરોના ટેસ્ટીંગ લેબોરેટરી સક્રિય છે.સરકારે માહિતી આપી હતી કે, ગુજરાતમાં કોવિડ રસીકરણ માટે કેન્દ્ર સરકારે રૂ.17.05 કરોડની સહાય આપી છે.

Read About Weather here

તમામ રાજયોને કુલ રૂ.261.24 કરોડની સહાય આપવામાં આવી છે.ત્રીજા કોરોના મોજાની શકયતા હોવાથી ગુજરાતમાં અત્યારે ઓક્સિજન સવલત સાથેના 37343 બેડ પણ તૈયાર રાખવામાં આવ્યા છે એવું મંત્રી ભારતી પવારે જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here