ગુજરાતમાં 64 નગરપાલિકા પાસે વીજબિલના રૂા.404 કરોડ બાકી

ગુજરાતમાં 64 નગરપાલિકા પાસે વીજબિલના રૂા.404 કરોડ બાકી
ગુજરાતમાં 64 નગરપાલિકા પાસે વીજબિલના રૂા.404 કરોડ બાકી

રાજકોટ, ભાવનગર અને અમદાવાદ રિઝીયનમાં સુધરાઈ તંત્રને નોટિસ ફટકારીને વોટર વર્કસ અને સ્ટ્રીટલાઈટના વીજ કનેકશન કાપવા તજવીજ
બાકી વીજબિલ વસુલવા માટે જે-તે નગરપાલિકા તંત્રને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને બિલ ન ભરે તો વોટર વર્કસ અને સ્ટ્રીટ લાઈટના કનેકશન કાપી નાંખવાની ચેતવણી પણ અપાઈ

પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની (પીજીવીસીએલ) ને 64 નગરપાલિકાઓ વોટર વર્કસ અને સ્ટ્રીટલાઈટના વીજબિલના રૂા.404 કરોડ ભરવાના બાકી છે.પીજીવીસીએલ સુત્રોના જણાવ્યા પ્રમાણે તા.31-12-2021 ની સ્થિતિએ રાજકોટ રિઝીયનમાં 26 નગરપાલિકાઓ પાસે રૂા.158 કરોડ, ભાવનગર રિઝીયનમાં 27 પાલિકા પાસે રૂા.139 કરોડ અને અમદાવાદ રિઝીયન હેઠળ 9 નગર પાલિકા પાસે રૂા.107 કરોડ મળીને કુલ રૂા.404 કરોડ જેવી વીજબિલની રકમ બાકી છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં નગર પાલિકાઓના વોટર વર્કસના વીજ જોડાણોના રૂા.364 કરોડ અને સ્ટ્રીટલાઈટોના વીજ કનેકશનના રૂા.40.17 કરોડનો સમાવેશ થાય છેે. આ બાકી વીજબિલ વસુલવા માટે જે-તે નગરપાલિકા તંત્રને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને બિલ ન ભરે તો વોટર વર્કસ અને સ્ટ્રીટ લાઈટના કનેકશન કાપી નાંખવાની ચેતવણી પણ અપાઈ છે. પરંતુ પાલિકાના તંત્રવાહકો તેમની તિજોરી ખાલી હોવાનું ગાણું ગાઈ રહ્યા છે. તેઓ સામે કડક પગલા ભરવામાં આવે ત્યારે થોડી રકમ ભરપાઈ કરી દેવામાં આવી છે.

વીજબિલ ભરવામાં લાપરવાહી દાખવનાર નગરપાલિકાઓમાં રાજકોટ રિઝીયનમાં ગોંડલ, જેતપુર, ધોરાજી, જસદણ, ભાયાવદર, પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, માળિયાહાટીના, હળવદ, વાંકાનેર, મોરબી, ભાણવડ, સલાયા, ખંભાળિયા, ઓખા, સિકકા, ધ્રોલ, ગાંધીધામ, ભુજ, અંજાર, માંડવી, ભચાઉ, રાપર વગેરેના સમાવેશ થાય છે.

Read About Weather here

ભાવનગર રિઝીયનમાં અમરેલી, સાવરકુંડલા, બગસરા, રાજુલા, બાબરા, ચલાલા, દામનગર, ઉના, કોડિનાર, તાલાલા, કેશોદ, માંગરોળ, માણાવદર, બાંટવા, વંથલી, પાલિતાણા, શિહોર વગેરે મુખ્ય છે. જયારે અમદાવાદ રિઝીયનમાં સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડી, થાનગઢ, ચોટીલા, પાટડી, બોટાદ, ગઢડા, ઘોઘા, બરવાળાનો સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here