પક્ષનાં આંતરિક સર્વેક્ષણમાં ‘આપ’ની નોંધપાત્ર સફળતાનાં સંકેત; વૈજ્ઞાનિક ધોરણે સર્વેક્ષણ કરાયું હોવાનો નેતાઓનો દાવો
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને 58 ટકા બેઠકો મળવાની પૂરી શક્યતા હોવાનો પક્ષની નેતાગીરીનાં એક આંતરિક સર્વેક્ષણમાં દાવો કરવામાં આવ્યો છે. પક્ષનો એવો દાવો છે કે, ડિસેમ્બરમાં યોજાનાર ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ખૂબ સારો દેખાવ કરી શકે છે અને 58 બેઠકો મળવાની સંભાવના છે.
ગુજરાત આમ આદમી પાર્ટીનાં ઇન્ચાર્જ ડો.સંદિપ પાઠકે જણાવ્યું હતું કે, પક્ષની પોતાની એજન્સી મારફત વૈજ્ઞાનિક ધોરણે રાજ્યમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં એવા સંકેતો મળ્યા હતા કે, ‘આપ’ 58 બેઠકો જીતી શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
સર્વેક્ષણનો અહેવાલ જણાવે છે કે, કોંગ્રેસથી નારાજ થયેલા ગ્રામ્ય મતદારો અને શહેરી વિસ્તારોનાં નીચલા અને સામાન્ય મધ્યમ વર્ગનાં મત પક્ષને મળી શકે છે. ગુજરાતની પ્રજા ‘આપ’ને મત આપવાનું મન બનાવી ચુકી છે. શહેરી વિસ્તારોનો દલિત વર્ગ અને મધ્યમ વર્ગ પરિવર્તન ચાહે છે એટલે અમને મત મળશે.પંજાબમાં ચૂંટણીઓ દરમ્યાન ‘આપ’ની સફળ વ્યૂહરચના ઘડનાર નેતાઓ પૈકીનાં એક ડો.પાઠકે એવો દાવો કર્યો હતો કે, ગુજરાતમાં ટોચનાં સ્થાન માટે અમારો પક્ષ સંઘર્ષ કરી રહ્યો છે કેમકે લોકો હવે પરિવર્તન માંગી રહ્યા છે. આમ આદમી પાર્ટી જ ભાજપને હરાવી શકશે, કોંગ્રેસ નહીં. એવું ગુજરાતની પ્રજા માને છે.
Read About Weather here
ડો.પાઠકે એવો પણ દાવો કર્યો હતો કે, ખૂદ ભાજપની સરકારની ગુપ્તચર પાંખનાં સર્વેક્ષણમાં અહેવાલ જણાવે છે કે, ગુજરાતમાં ‘આપ’ને 55 બેઠકો મળી શકે છે. ગુજરાત ‘આપ’નાં પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ કહ્યું હતું કે, ખૂદ રાજ્ય સરકારની ઇન્ટેલીજન્સ પાંખનાં આંતરિક અહેવાલથી ભાજપ હચમચી ઉઠ્યો છે. ભાજપનાં પોતાના સર્વેમાં ‘આપ’નાં ખૂબ સારા દેખાવનાં સંકેતો મળ્યા છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here