નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ખુલાસો
ધોરણ 1થી અભ્યાસ શરૂ કર્યા બાદ માત્ર 44 ટકા છોકરાઓએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો: સ્કૂલ અને ઘર વચ્ચેનું અંતર વધારે હોય તો પણ દીકરીઓને સ્કૂલે નથી મોકલતા માતા-પિતા
ગુજરાતમાં ધો.1થી અભ્યાસ શરૂ કરતી 100 વિદ્યાર્થીનીમાંથી 55 જ ધો.12 સુધી પહોંચતા પુર્વે જ ભણતર છોડી દે છે. માત્ર 45 વિદ્યાર્થીની જ ધો.12માં પહોંચે છે તેવા ચોંકાવનારા તારણ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં બહાર આવ્યા છે. 41 ટકા બાળકો (વિદ્યાર્થીઓ) પણ ધો.1થી12 દરમ્યાન અધવચ્ચેથી અભ્યાસ છોડી દયે છે.
Visit Saurashtra Kranti Homepage here
સર્વેમાં એવા તારણો બહાર આવ્યા છે કે ગુજરાતમાં 6થી17 વર્ષમાં 82 ટકા વિદ્યાર્થીઓએ સ્કુલના પગથીયા ચડયા હોય છે તેમાં શહેરી વિસ્તારના 87 ટકા તથા ગ્રામ્ય વિસ્તારના 79 ટકા છે. 2005-06માં આ ટકાવારી 01 ટકા હતી. શહેરી ગ્રામ્ય વિસ્તારની ટકાવારી અનુક્રમે 74 અને 19 ટકા હતી.
2019 થી 2021 દરમ્યાન હાથ ધરાયેલા આ સર્વે અંતર્ગત 55.1 ટકા બાળકીઓ તથા 41.2 ટકા વિદ્યાર્થીઓ ધો.1થી12 ની અભ્યાસ સફર દરમ્યાન અધવચ્ચે જ ભણતર છોડી દયે છે.
2005-06ના સર્વેના આંકડા કરતા હાલતમાં આંશિક સુધારો હોવા છતાં ભણતરને કારણે ગુજરાત સામાજીક વિકાસ સૂચકાંકમાં ઘણુ પાછળ રહી જાય છે. 2019-20માં 57 ટકા બાળકો તથા 44 ટકા વિદ્યાર્થીનીઓ ઉચ્ચ માધ્યમિક સ્કુલ સુધી શિક્ષણ લઈ રહ્યા છે
તે 15 વર્ષ પુર્વે અનુક્રમે 36 અને 28 ટકા હતા.પાયાનું પ્રાથમીક શિક્ષણ આસપાસ મળી જાય છે. ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દુર હોય છે એટલે ભણાવવાનું ટાળે છે. આ સિવાય પાણી અને સેનીટેશનની વ્યવસ્થા ન હોવા જેવા કારણો પણ ભાગ ભજવે છે.
Read About Weather here
વિદ્યાર્થીની માટે અલગ ટોઈલેટ ન હોય તો તે પણ ડ્રોપઆઉટનું એક કારણ છે. છેલ્લા વર્ષોમાં ડ્રોપઆઉટ ઘટવા પાછળના કારણોમાં મધ્યાહન ભોજન તથા સર્વ શિક્ષા અભિયાન છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here