ગુજરાતમાં હવે લગ્ન સમારંભો માટે 300 મહેમાનોની છૂટ, નવી ગાઇડલાઇન્સ

રાજયભરની નોંધણી કચેરીઓ વધુ આધુનિક અને ડિજીટલ બનાવાશે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
રાજયભરની નોંધણી કચેરીઓ વધુ આધુનિક અને ડિજીટલ બનાવાશે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

આઠ મહાનગરો સહિત 27 શહેરોમાં રાત્રી કફર્યુ 11 ફ્રેબ્રુ. સુધી લંબાવાયો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં નિર્ણય

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોરકમિટીની બેઠકમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ પરિસ્થિતિની સઘન સમીક્ષા કરવામાં આવી હતી અને સુધારેલી ગાઇડલાઇન્સનો નિર્ણય લેવાયો હતો. એ મુજબ લગ્ન સમારંભોમાં 300 લોકોની હાજરીની શરતી છૂટ આપવામાં આવી છે. જયારે રાત્રી કફર્યુ પણ લંબાવવામાં આવ્યો છે. નાગરિકોના આરોગ્યના હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. નવી ગાઇડલાઇન્સનો અમલ 4 ફ્રેબુ.થી 11 ફ્રેબ્રુ. સુધી અમલમાં રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

કેબિનેટની કોર કમિટીની બેઠકમાં નક્કી થયા મુજબ રાજકીય, સામાજીક, શૈક્ષણીક, સાંસ્કૃતિક અને ધાર્મીક કાર્યક્રમો માટે મહેમાનોની મર્યાદા નક્કી કરવામાં આવી છે. બંધ સ્થળો પર યોજાતા લગ્ન સહિતના જાહેર સમારંભોમાં જગ્યાની ક્ષમતાના 50% અથવા વધુમાં વધુ 150 મહેમાનોની હાજરીની છૂટ અપાઇ છે. જયારે ખુલ્લી જગ્યામાં થતા લગ્ન સમારંભ માટે 300 મહેમાનોની મંજૂરી આપવામાં આવી છે.

Read About Weather here

27 શહેરોમાં રાત્રી કફર્યુનો અમલ પણ લંબાવવામાં આવ્યો છે. રાતના 10થી સવારના 6 સુધીની અવધી નક્કી કરવામાં આવી છે. આઠ મહાનગરો સહિતના શહેરોમાં કફર્યુનો અમલ 11 ફ્રેબુ. સુધી લાગુ રહેશે. હોટેલ અને રેસ્ટોરન્ટને હોમ ડિલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.કોરોના સંક્રમણ અંગે જાહેર કરવામાં આવેલી અન્ય તમામ માર્ગદર્શીકાઓ પણ અમલમાં રહેશે. ગૃહ વિભાગે પણ આ અંગે જાહેરનામું બહાર પાડી દીધુ છે. જેનો અમલ કરવા લોકોને તાકિદ કરવામાં આવી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here