ગુજરાતમાં હજુ 30%થી વધુ વેપારીઓ અને સ્ટાફ વેક્સિનથી વંચિત મુદ્ત વધારવા માંગણી

રાજકોટમાં હજારો લાભાર્થીઓના વેક્સિનનો બીજો ડોઝ લેવામાં ગલ્લાં ટલ્લાં
રાજકોટમાં હજારો લાભાર્થીઓના વેક્સિનનો બીજો ડોઝ લેવામાં ગલ્લાં ટલ્લાં


ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે પરંતુ વેપારીઓને લાગે વળગે છે ત્યાં સુધી હજુ તમામ વેપારીઓ કોરોના રસી મુકાવી શકયતા નથી. વેપારી વર્તુળોએ જણાવ્યા મુજબ રાજયોમાં હજુ 30 ટકા કરતા વધુ વેપારીઓ અને એમનો સ્ટાફ વેક્સિન મુકાવી શકયા નથી એટલે સરકાર વેપારીઓ માટેની મુદ્ત ફરી વધારી આપે એવી જોરશોરથી માંગણી થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

વંચિત રહી ગયાના કારણમાં વેપારીઓ એવું જણાવે છે કે, વેક્સિન સેન્ટર પર કલાકો સુધી કતારોમાં ઉભા કરયા પછી વારો આવે ત્યારે વેક્સિનના ડોઝ ખલાસ થઇ જતા હોય છે. આ રીતે વેપારીઓ પુરેપુરી સંખ્યામાં હજુ સુધી વેક્સિન લઇ ચુકયા નથી. વેપારીઓ માટે વેક્સિનની અલગ વ્યવસ્થા કરવાનું જરૂરી બન્યું છે.

Read About Weather here

ગુજરાતમાં વડોદરામાં તો 90 ટકા વેપારીઓ હજુ સુધી વેક્સિન લઇ ચુકયા નથી અને સરકાર મુદ્ત નાખે છે. વેક્સિન સેન્ટર પર પુરતા પ્રમાણમાં ડોઝ હોતા નથી એટલે વેપારીઓ અને એમના સ્ટાફને પાછા ફરવું પડે છે એવી ફરીયાદ ખાસ કરીને સુરત, વડોદરા અને અમદાવાદના વેપારીઓમાંથી સાંભળવા મળી છે. રાજય સરકાર કાંઇક વ્યવસ્થા ગોઠવે એવી માંગણી થઇ રહી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here