ઓપીડી ચાલુ પણ તબીબ નથી, ઓપરેશન થીયેટર ખુલ્લા પણ સર્જન નથી, ઈમરજન્સી વિભાગનાં દરવાજા ખુલ્લા પણ નિદાનની સગવડ નથી. ગુજરાતમાં સરકારી આરોગ્યતંત્ર સદંતર ઠપ્પ થઇ ગયાનું દર્શાવતા આવા દ્રશ્યો ઠેરઠેર દરેક સરકારી હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને તાલુકા તથા કમ્યુનીટી આરોગ્ય કેન્દ્રમાં જોવા મળી રહ્યા છે. હડતાલનાં બીજા દિવસે પરિસ્થિતિ વધુ વણસી છે. હડતાલ પર બેઠેલા તબીબો એકતરફ રામધૂન બોલી રહ્યા છે તો બીજીતરફ હજારો દર્દીઓ રઝળપાટ કરી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
આજે રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા સહિતનાં મહાનગરો, શહેરો, નગરો અને ગામોમાં આરોગ્ય વ્યવસ્થા સદંતર પડી ભાંગી છે. આજે હડતાલ પર બેઠેલા તબીબોએ હડતાલનાં બીજા દિવસે ઉગ્ર દેખાવો અને ધરણા ચાલુ રાખ્યા હતા. તબીબોએ ઠેરઠેર રામધૂન બોલાવી હતી. રાજ્યનાં 10 હજારથી વધુ સરકારી તબીબો અને તબીબી શિક્ષકો હડતાલ પર છે. આજે પણ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની બહાર દેખાવો કરીને હડતાલીયા કર્મીઓએ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. ભારે વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું.
રાજકોટ સિવિલ સહિત રાજ્યભરનાં સરકારી દવાખાનાઓમાં સામાન્યથી માંડીને ઈમરજન્સી આરોગ્ય સેવાઓ ઠપ્પ થઇ ગઈ છે. આજે ઓપીડી અને દવાની બારીઓ પાસે સેંકડો, હજારો દર્દીઓની લાંબી- લાંબી કતારો જોવા મળી હતી. ગંભીર બિમારી ધરાવતા દર્દીઓ સૌથી વધુ કરૂણાજનક સ્થિતિમાં મુકાયા છે અને પરવડે કે ન પરવડે તો પણ એમને ખાનગી દવાખાનાઓમાં જવાની ફરજ પડી રહી છે.
રાજ્ય સરકારનાં આરોગ્ય ખાતાએ દર્દીઓ માટે વૈકલ્પિક સારવારની વ્યવસ્થા કરવાની હૈયાધારણા આપી હતી. પરંતુ સિવિલ હોસ્પિટલોમાં ચક્કર લગાવીએ તો પહેલી નજરે ખ્યાલ આવી જાય છે કે, સારવાર માટે કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે હજારો દર્દીઓ ભયાનક હાડમારીમાં મુકાઇ ગયા છે. લોકો નિદાન કરાવવા અને દવા માટે ચારેતરફ દોડધામ કરતા દેખાયા છે. રાજ્ય સરકાર તાત્કાલિક દરમ્યાનગીરી કરી હડતાલનો અંત લાવે અને લોકો માટે તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરે એવી પ્રચંડ લોકમાંગણી ઉઠી છે.
Read About Weather here
રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજની બહાર તબીબોએ રામધૂન બોલાવી હતી અને એમની માંગણીઓનાં ટેકામાં ભારે સુત્રોચ્ચાર પણ કર્યા હતા. હડતાલને કારણે દર્દીઓ હેરાન- પરેશાન થઇ ઉઠ્યા છે. સરકારે તાત્કાલિક પગલા લેવા જોઈએ. તેવું રાજ્યભરમાં ચર્ચાઈ રહ્યું છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here