ગુજરાતમાં શેરી ગરબાને મંજૂરી: પાર્ટી પ્લોટ-ક્લબમાં નહીં યોજાય

ગુજરાતમાં શેરી ગરબાને મંજૂરી: પાર્ટી પ્લોટ-ક્લબમાં નહીં યોજાય
ગુજરાતમાં શેરી ગરબાને મંજૂરી: પાર્ટી પ્લોટ-ક્લબમાં નહીં યોજાય

રાજ્યનાં સૌથી લોકપ્રિય નવરાત્રી મહોત્સવ અંગે રાજ્ય સરકારનું નવું જાહેરનામું
નવરાત્રી દરમ્યાન પણ નાઈટ કર્ફ્યુંમાં માત્ર એક કલાકની છૂટ અપાઈ
રાત્રે 11 ને બદલે રાતના 12 થી સવારનાં 6 સુધી કર્ફ્યુંનો અમલ
શેરી ગરબા અને સોસાયટીઓમાં નવરાત્રીનું આયોજન કરવાની છૂટ અપાઈ
ગરબા રમવા રસીના બે ડોઝ લેવા ફરજીયાત

ગુજરાતનાં યુવા હૈયાઓ માટે અને માતાજીનાં ભક્તો માટે અત્યંત મહત્વનાં ગણાતા નવરાત્રી મહોત્સવ અંગે રાજ્ય સરકારે નવી માર્ગદર્શીકાઓ બહાર પાડી છે. રાજ્યમાં શેરી ગરબા અને સોસાયટીઓમાં નવરાત્રી મહોત્સવને મંજૂરી આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં ગરબા રમવા આવનાર દરેક વ્યક્તિ માટે રસીનાં બે ડોઝ લેવાના ફરજીયાત રહેશે. બે ડોઝ લીધા હોય તેઓ જ ગરબા રમવા આવી શકશે. પાર્ટી પ્લોટ અને ક્લબોમાં રાસ ગરબાનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી નથી.

આ રીતે રાજ્યમાં મોટાપાયે યોજાતા ખાનગી દાંડિયા રાસનાં કાર્યક્રમો આ વર્ષે યોજી નહીં શકાય. માત્ર લતાઓ અને સોસાયટીઓમાં સંખ્યાની ચોક્કસ મર્યાદા સાથે રાસ ગરબાનું આયોજન કરી શકાશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આગામી નવરાત્રી તહેવારો અને લગ્ન પ્રસંગોની ઉજવણી સારી રીતે કરી શકાય. તે માટે અને નાના વ્યવસાય કારોનાં હિતને ધ્યાનમાં રાખીને નવી ગાઈડલાઈન્સ નક્કી કરી છે.

મુખ્યમંત્રી પટેલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે ખાસ બેઠક યોજી જનહિતમાં નવરાત્રી અંગેનો નિર્ણય જાહેર કર્યો છે. રાજ્યનાં ગૃહ ખાતાનાં નવા જાહેરનામાં અનુસાર 400 લોકોની મર્યાદા સાથે શેરી અને સોસાયટી ગરબા રમાડી શકાશે.

ગરબા રમનાર દરેક વ્યક્તિએ અગાઉ વેક્સિનનાં બે ડોઝ લઇ લેવા પડશે. એ જ રીતે લગ્ન પ્રસંગો માટે હવે 400 મહેમાનોની છૂટ આપવામાં આવી છે. જયારે અંતિમ યાત્રામાં 100 લોકોની હાજરીની છૂટ અપાઈ છે.

ગૃહ ખાતાનાં આદેશ મુજબ 8 મહાનગરો રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં તથા ગાંધીનગરમાં તા.25 સપ્ટેમ્બરથી તા.10 ઓક્ટોબર સુધી નાઈટ કર્ફ્યુંનો સમય રાતના 12 થી સવારનાં 6 વાગ્યા સુધીનો રહેશે.

એ જ પ્રકારે દુર્ગાપૂજા, વિજયા દશમી ઉત્સવ અને શરદ પૂર્ણિમાનાં આયોજનો માટે 400 વ્યક્તિઓની મર્યાદા સાથે કાર્યક્રમની છૂટ આપવામાં આવી છે. આ તમામ કાર્યક્રમોમાં લાઉડસ્પીકરનાં ઉપયોગ અંગે સુપ્રીમ કોર્ટનાં આદેશનું અમલ કરવાનું રહેશે.

રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ કે ખુલ્લી જગ્યામાં કોમર્શીયલ રીતે નવરાત્રી આયોજનની છૂટ આપવામાં આવશે નહીં. હાલ રેસ્ટોરન્ટને રાતના 10 વાગ્યા સુધી 60% ક્ષમતા સાથે ચાલુ રાખવાની છૂટ હતી હવે 75 %

Read About Weather here

ક્ષમતા સાથે રેસ્ટોરન્ટમાં સ્વાદ શોખીનોને બેસાડી શકાશે. જાહેર બાગ-બગીચા રાતનાં 10 વગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here