મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કેન્દ્ર અને રાજ્યનાં 2 જાહેર સાહસ વચ્ચે મહત્વનાં કરાર: વાર્ષિક 1500 કરોડનું ટર્નઓવર થશે, 700 લોકોને વધુ રોજગારી મળશે
ગુજરાત સરકારનાં સાહસ ગુજરાત આલ્ક્લીઝ એન્ડ કેમિકલ લિમિટેડ તથા ભારત સરકારનાં સાહસ ગેસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા વચ્ચે રાજ્યમાં અંદાજે રૂ. 1 હજાર કરોડનાં ખર્ચે બાયોઇથેનોલ પ્લાન્ટ સ્થાપવાના મહત્વનાં કરાર સંપન્ન થયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
આ તકે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ પ્લાન્ટ સ્થાપવાથી ક્રુડ ઓઈલની આયાત ઘટશે અને પ્રતિવર્ષ વિદેશી હુંડીયામણમાં 7 કરોડ ડોલર જેવી બચત થશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્લાન્ટ સ્થાપવાથી વાર્ષિક રૂ. 1500 કરોડ જેવું ટર્નઓવર થશે અને 700 થી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મળશે. એટલું જ નહીં 2025 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગ માટેનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કરેલા લક્ષ્યને પહોંચી વળવા માટે ગુજરાત કટીબધ્ધ થયું છે.
સુચિત પ્લાન્ટમાં કાચા સામાન તરીકે મકાઈ કે ચોખાનાં ભૂસાનો ઉપયોગ કરીને ઈકોફ્રેન્ડલી ટેકનોલોજી દ્વારા પ્રતિદિવસ 500 કિલો લીટર બાયોઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવશે.
Read About Weather here
તેમાંથી બાય પ્રોડક્ટ તરીકે પ્રોટીનથી ભરપુર પશુ આહાર અને કોર્નઓઈલ પણ પ્રાપ્ત થશે. ખેડૂતો પાસેથી મોટાપાયે મકાઈની ખરીદી થવાથી ખેડૂતો માટે પણ આવકનાં નવા દ્વાર ખુલશે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here