ગુજરાતમાં ભાવવધારાની સુનામી, શાકભાજીનાં ભાવમાં 40%નો ઉછાળો

ગુજરાતમાં ભાવવધારાની સુનામી, શાકભાજીનાં ભાવમાં 40%નો ઉછાળો
ગુજરાતમાં ભાવવધારાની સુનામી, શાકભાજીનાં ભાવમાં 40%નો ઉછાળો

છેલ્લા એક મહિનામાં બેકાબુ ભાવ થઇ જતા રાજ્યભરની પ્રજા હેરાન-પરેશાન: મેથી, પાલક, રીંગણા, ટમેટા, વાલ, ડુંગળી સહિતની ચીજોનાં ભાવમાં રીતસર ભડકો: ઇંધણનાં ભાવ વધારાની આગમાં શેકાતી જનતા પર બીજો પહાડ જેવો બોજો

ગુજરાતની સામાન્ય જનતા અને ખાસ કરીને મધ્યમ વર્ગ તથા ગરીબ પરિવારો ભાવવધારાનાં ભારે ઝંઝાવાતી સુનામીમાં સપડાયને તોબા પોકારી ગયા છે. ઇંધણનાં ભાવવધારાની આગનાં લબકારા હજુ વધુને વધુ ઉંચે જઈ રહ્યા છે

Visit Saurashtra Kranti Homepage here

ત્યાં રસોડા માટે રોજીંદી જરૂરિયાતનાં શાકભાજીનાં ભાવોમાં છેલ્લા એકમાસ જેવા ટૂંકાગાળામાં 40 ટકાનો જંગી વધારો થતા જનતામાં દેકારો બોલી ગયો છે. દાળ અને શાકભાજીનાં ભાવો આસમાને પહોંચી રહ્યા છે.

એટલે ગરીબવર્ગ માટે તો બે ટક ભોજન પણ મુશ્કેલ બનતું જાય છે. એક તરફ ઇંધણનો બેફામ ભાવવધારો અને બીજી તરફ શાકભાજીનાં ભાવમાં ભડકો થવાથી બંને બાજુથી લોકો ભીંસમાં મુકાયા છે

અને ખિસ્સા ખાલી થઇ રહ્યા છે અને લાખો પરિવારોનાં રસોડાનાં બજેટ ખોરવાઈ ગયા છે. દરેક ચીજમાં બેકામું ભાવ સપાટીનાં વલણ સામે ગૃહિણીઓએ જબરો આક્રોશ વ્યક્ત કર્યો છે.

દીપલ રાવલ નામના શિક્ષિકાએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડિઝલનાં વધતા ભાવોને કારણે પહેલેથી જ ઘરનાં બજેટ પર ભારે દબાણ આવ્યું છે. તેમ હવે શાકભાજીનાં ભાવ આકાશની ઉચાઇને આંબવા લાગ્યા છે.

શું ખાવું, શું ખરીદવું તેની રોજની મૂંઝવણ છે. હવે તો કોઈપણ વસ્તુ રૂ.100 થી ઓછા ભાવમાં મળતી નથી. રીંગણાનો ભાવ કિલોનાં 110 થઇ ગયો છે. વાલ અને વટાણાનાં ભાવ તો સંભાળીને ચક્કર આવી જાય છે.

વાલ અને વટાણાનાં ભાવ રૂ. 60 થી 180 ની વચ્ચે જુલી રહ્યા છે. એક જ મહિનામાં ભાવની સપાટી બે થી ત્રણ ગણી વધી ગઈ છે.

અમદાવાદ માર્કેટિંગ યાર્ડનો ડેટા જણાવે છે કે, ડુંગળીનો ભાવ કિલો દીઠ રૂ.38 હતો પણ હવે ડુંગળી રડાવી રહી છે અને છૂટક બજારમાં ડુંગળીનો ભાવ કિલો દીઠ રૂ. 70 થઇ ગયો છે.

એ જ હાલ ટમેટાનાં ભાવનાં થઇ રહ્યા છે. રૂ. 50 નાં કિલો મળતા ટમેટા હવે રૂ. 90 નાં કિલો મળી રહ્યા છે. ભાવ સપાટીની અસર સમજનાં દરેક વર્ગને થાય છે, દરેક વ્યવસાય પર વિપરીત અસર પડે છે.

કોઈપણ ચીજનો ભાવ વધે એટલે તેની અસર માત્ર એ ચીજ પુરતી સીમિત રહેતી નથી તેની આડઅસરો વ્યાપક હોય છે. ઇંધણનાં ભાવ વધ્યા એટલે માલસામાનનું પરિવહન મોંઘુ થઇ ગયું જેની સીધી અસર શાકભાજીનાં ભાવ ઉપર જોવા મળી રહી છે.

માર્કેટ યાર્ડનાં સુત્રો જણાવે છે કે, ચોમાસાનાં અંતભાગમાં મેઘ તાંડવ સર્જાયા પછી શાકભાજીનાં જથ્થાબંધ ભાવમાં 15 થી 20 ટકાનો વધારો થયો હતો જેના પરિપાક રૂપે શાકભાજીને છૂટક બજારોમાં ભાવભડકે બળવા લાગ્યા હતા.

ડુંગળી મોટાભાગે નાસિકથી આવે છે. ઇંધણનાં ભાવ વધ્યા હોવાથી ડુંગળીનું પરિવહન પણ મોંઘુ બની ગયું છે. જેની રીટેલ માર્કેટ પર ગંભીર અસરો પડી રહી છે. રાજકોટ અને અમદાવાદ જેવા મહાનગરોનાં લોકો સ્વાદ શોખીન છે.

Read About Weather here

આ બે શહેરોનાં જાણીતા રેસ્ટોરાં માલિકો કહે છે કે, અમને સૌથી વધુ મુશ્કેલી ઉભી થાય છે. અલગ-અલગ વાનગી માટેનો કાચો માલ જેમકે ટમેટા, ડુંગળી, મરચા, બટેટા શાકભાજીનાં આકરાભાવો થઇ ગયા હોવા છતાં અમે વાનગીઓનાં ભાવમાં બહુ વધારો કરી શકતા નથી.(2.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here