ગુજરાતમાં નેતૃત્વ પરીવર્તન મોદી-શાહ જોડીનો વધુ એક માસ્ટર સ્ટ્રોક?

ગુજરાતમાં નેતૃત્વ પરીવર્તન મોદી-શાહ જોડીનો વધુ એક માસ્ટર સ્ટ્રોક?
ગુજરાતમાં નેતૃત્વ પરીવર્તન મોદી-શાહ જોડીનો વધુ એક માસ્ટર સ્ટ્રોક?

2022ની ચૂંટણીઓ વડાપ્રધાનનાં નામે જ લડવાનો સંકેત આપતો ભાજપ: વગદાર પાટીદાર નેતાને આસન પર બેસાડવા પાછળના કારણો સમજવા જેવા: પાંચ મહિનામાં પાંચ ભાજપ શાસીત રાજયોનાં મુખ્યમંત્રીઓ બદલવાનો વ્યાયમ હેતુ પુર્ણ: રાજયસભામાં બહુમતી મેળવવા ભાજપના મોવડીઓ આતુર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આડે માત્ર 15 મહિનાનો સમય બાકી રહયો છે ત્યારે અચાનક નેતૃત્વ પરીવર્તન કરવાનો ફેંસલો મોદી અને શાહની ચાણ્કય જોડીનો વધુ એક માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

પાંચ મહિનામાં ભાજપ સાંશિત પાંચ રાજયોનાં મુખ્યપ્રધાનો બદલવાનું પગલુ રાજકીય રીતે બહુ હિમ્મત ભર્યુ ગણાય ગુજરાતમાં અણીના સમયે મુખ્યમંત્રીને બદલી એક

વગદાર વયસ્ક પાટીદાર નેતાને મુખ્યમંત્રી પદની ધુરા સોંપીને વધુ એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જોડીએ સહુને આશ્ર્ચર્યનો જબરો આંચકો આપી દીધો છે.

પરંતુ રાજકીય નિરિક્ષકો કહે છે તેમ આવા નિર્ણયો સમજયા વિચાર્યા વિના લેવાતા નથી તેની પાછળ ચોક્કસ રાજકીય ગણીત હોય છે. ગુજરાતમાં પણ વિજય રૂપાણીને

હટાવી ઘાટલોડીયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને ગુજરાતના નાથ બનાવવા પાછળ કમસે કમ ચાર થી પાંચ રાજકીય કારણો જવાબદાર છે તેવું રાજકીય પંડિતો કહી રહયા છે.

આ ફેંસલાથી એક હકીકતને ભાજપે સ્પષ્ટ કરી દીધી છે કે, ભાજપ 2022ની વિધાનસભા ચૂંટણીઓ વડાપ્રધાન મોદીના નામે જ લડશે. વડાપ્રધાનના વતનનું રાજય હોવાથી ભાજપની નેતાગીરી કોઇ જોખમ લેવા માંગતી નથી.

ભુપેન્દ્ર પટેલના નામ અને પસંદગી સામાન્ય લોકોને ભલે આશ્ર્ચર્ય થયું હોય પરંતુ રાજકીય પંડિતોને એમા નવાઇ લાગી નથી. રાજયમાં ભાજપ 1998થી સત્તા પર છે.

2022માં ચૂંટણીઓ યોજાનારી છે ત્યારે ચૂંટણીઓ દરમ્યાન શાસન વિરોધી માહોલ ઉભો ન થાય એ માટે ભાજપની નેતાગીરી વધુ સર્તક અને સાવધ બની રહી છે.

કોઇપણ પક્ષની સત્તા લાંબી ચાલે ત્યારે શાસન વિરોધી મોજુ સર્જાતું હોય છે. એટલે જ એ પરીબળનો સામનો કરવો ન પડે એ માટે ગુજરાતની સૌથી મોટી વોટ બેંક પી ફોર પાટીદારનો આસરો લેવાની ફરજ એ ભાજપની રાજકીય મજબુરી માનવામાં આવે છે.

કેમ કે, ગુજરાત વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી શાહની કર્મભૂમી રહી છે. બન્નેનો રાજય સાથે અંગત રાજય અને સંપર્ક છે. એ માટે ગુજરાતની ચૂંટણીઓ હંમેશા ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહે છે

એટલે અહીં કોઇપણ પ્રકારનો પરાજય તેને પાલવે તેમ નથી. ગુજરાતમાં મોદીએ મુખ્યમંત્રી તરીકેનાં પોતાના 12 વર્ષ લાંબા કાર્યકાળ દરમ્યાન લોકોની અપેક્ષાઓને આસમાને પહોંચાડી દીધી હતી.

એ પ્રકારની કામગીરી સુધી ભાજપનો કોઇ નેતા પહોંચી શકે તેમ નથી. જે કોઇ નેતા બને તેને મોદીનો ઓછાયો જ ગણવામાં આવશે અને તેની જવાબદારી પણ ખુબ વધી જશે.

ભુપેન્દ્ર પટેલની પસંદગી એ વાતનો સંકેત આપે છે કે, મોદી પછી બીજી હરોળમાં ભાજપ પાસે એમના જેવા શકિતશાળી અને વચસ્વ ધરાવતા નેતાનો અભાવ છે.

એટલે નવોદિપ ભુપેન્દ્ર પટેલને ધુરા સોંપીને મોદીના નામે ચૂંટણી લડવાનો વ્યૂહ નક્કી કરવામાં આવ્યો છે કેમ કે, મતદારોના કોઇપણ વર્ગમાં જરાસરખો પણ અસંતોષ ઉભો ન થાય એ જોવા માટે ભાજપની નેતાગીરી આકાશ પાતાળ એક કરી રહી હતી

અને તેના કારણે જ પાટીદાર નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જેથી કરીને ગુજરાતની વસ્તીનો 16 ટકા હિસ્સો ધરાવતા પાટીદારોને ફરીથી રાજી કરી શકાય. કેમ કે, 2017માં 50 ટકા

ભાજપના પરંપરાગત ટેકેદાર મનાતા પાટીદારોમાંથી 50 ટકા પાટીદાર મતદારોએ કોંગ્રેસનું સમર્થન કર્યુ હતું એટલે ભાજપના મોવડીઓ એ પરીબળનું પુનરાવર્તન ઉડતુ ડામી દેવા માંગે છે.

59 વર્ષનાં ભુપેન્દ્ર પટેલ ભારતીય રાજકારણના ધારાધોરણ મુજબ યુવાન ગણાય એમને રાજયકક્ષાના વહીવટનો બહુ અનુભવ નથી. કેમ કે, તેઓ કદી કેબીનેટમાં પણ રહયા નથી.

એટલે મોદી અને શાહના માર્ગદર્શન મુજબ કામ કરી ‘ડબલ એન્જીનકી સરકાર’નું સંચાલન કરવું પડશે. ભાજપમાં નવા નેતાની વરણીને પગલે કદાચ વરીષ્ઠ નેતાઓ નીતિન પટેલ, સી.આર.પાટીલ કે પરસોતમ રૂપાલાને ઝાટકો લાગ્યો હોય

તો પણ એમાના કોઇ નેતા ભાજપના મોવડી મંડળ સામે પડકાર ફેંકવાની સ્થિતિમાં નથી. કોંગ્રેસ 2017માં મળેલી સફળતાને દોઢી કે બમણી કરવા માટે પ્રયત્નશીલ છે

પણ લોકસભા-2019ની ચૂંટણીઓમાં ગુજરાતની 26માંથી 1 બેઠક મળી હોવાની રાજયમાં તેની રાજકીય ગતીને બ્રેક લાગી છે. કોંગ્રેસના ચાણ્કય અહેમદ પટેલના અવસાનથી કોંગ્રેસને મોટું નુકસાન થયું છે.

Read About Weather here

બીજી તરફ ભાજપ 2017નાં 99 બેઠકનાં સ્કોરને સદીમાં પરીવર્તીત કરવા કોરી પાટીના નેતાને ઇચ્છતો હતો એટલે જ ભુપેન્દ્ર પટેલને લોટરી લાગી ગઇ છે.(2.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here