ગુજરાતમાં નગરપાલિકાઓ દ્વારા કરવેરામાં પ્રોત્સાહક વળતર યોજના બે મહિના લંબાવતા મુખ્યમંત્રી

ગુજરાત સરકારી ભરતીમાં ફેરફાર ; વર્ગ-3ની પરીક્ષા બે તબક્કામાં લેવાશે
ગુજરાત સરકારી ભરતીમાં ફેરફાર ; વર્ગ-3ની પરીક્ષા બે તબક્કામાં લેવાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યનાં નગરોમાં વસવાટ કરતા નાગરિકો માટે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વેરા વળતર યોજના જૂન અને જુલાઈ એમ વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે. નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા કરવેરામાં રાહત આપતી યોજનાનો લાભ લેવાની નાગરિકોને વધુ તક મળી છે.

Visit Saurashtra Kranti Homepage here

નગરપાલિકાઓ દ્વારા લેવાતા મિલ્કતવેરા, પાણીવેરો, ખાસ પાણીવેરો, લાઈટવેરો, ગટરવેરો વગેરે ચુકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવાયો છે.મુખ્યમંત્રીએ લીધેલા નિર્ણય મુજબ 2022-23 ના નાણાંકીય વર્ષનાં વેરાની રકમ જો નાગરિકો તા.30 જૂન-2022 સુધીમાં એડવાન્સ ભરપાઈ કરે તો 7 ટકા વળતર અપાશે.

Read About Weather here

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડીઝીટલ ઇન્ડિયાનાં સંકલ્પને વેગ આપવા મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય લીધો છે કે, એડવાન્સ વેરાની રકમ મોબાઈલ એપ કે ઈ-નગરનાં ઓનલાઈન પોર્ટલ મારફત 30 જૂન-2022 સુધીમાં ભરપાઈ કરનારાને વધારાનું પાંચ ટકા વળતર અપાશે. એટલે ડીઝીટલ વ્યવહાર કરનારા નાગરિકોને કુલ 12 ટકા વળતર મળશે. નાણાંકીય વર્ષ 2022-23 ની વેરાની રકમ 1 થી 31 જુલાઈ 2022 સુધીમાં એડવાન્સ ભરપાઈ કરનારા નાગરિકોને પાંચ ટકા વળતર મળવા પાત્ર થશે. ઈ-નગર મોબાઈલ એપ કે ઓનલાઈન સિટીઝન પોર્ટલ મારફતે વેરો ભરનારાને વધુ પાંચ ટકા વળતર અપાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here