ગુજરાતમાં ધો.1 થી 9નાં ઓનલાઇન વર્ગ 5 ફ્રેબુ. સુધી ચાલશે

ગુજરાતમાં ધો.1 થી 9નાં ઓનલાઇન વર્ગ 5 ફ્રેબુ. સુધી ચાલશે
ગુજરાતમાં ધો.1 થી 9નાં ઓનલાઇન વર્ગ 5 ફ્રેબુ. સુધી ચાલશે

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય: વિદ્યાર્થીઓ અને બાળકોના આરોગ્યની રક્ષા માટે હજુ ઓફલાઇન વર્ગો બંધ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતની શાળાઓમાં ધો.1 થી 9નાં વર્ગોમાં તા.5 ફ્રેબુ. સુધી વર્ગખંડનું શિક્ષણ એટલે કે ઓફલાઇન શિક્ષણ ઓફલાઇન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલે ઓનલાઇન શિક્ષણ જ તા.5 સુધી ચાલુ રાખવાનું રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની કોરકમિટીની બેઠકમાં રાજયની કોરોના પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ તથા બાળકોના વ્યાપક આરોગ્ય રક્ષાના હિતમાં ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.

રાજય સરકારના પ્રવકતા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજય સરકારે અગાઉ નિર્ણય કર્યો હતો કે, 19 જાન્યુઆરી સુધી ધો.1 થી 9નાં વર્ગોમાં ઓફલાઇન શિક્ષણ બંધ રહેશે. જેની સમયઅવધી પુરી થતા વર્ગોમાં હજુ ઓફલાઇન શિક્ષણ બંધ કરાયું છે.

Read About Weather here

હવે તા.5 ફ્રેબુ.ના રોજ કોરોના પરિસ્થિતિની પુન: સમીક્ષા કરીને નિર્ણય લેવામાં આવશે. કોર કમિટીની બેઠકમાં આરોગ્ય મંત્રી રૂષીકેસ પટેલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ કુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here