ગુજરાતમાં ધારાસભાની ચૂંટણી નવેમ્બરમાં યોજાવાની શક્યતા

ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ જાહેર  
ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ જાહેર  
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ વધુ નજીક આવી ગયાના ભણકારા સંભળાઈ રહ્યા છે અને એવા સંકેતો મળ્યા છે કે, નવેમ્બરમાં જ વિધાનસભાની ચૂંટણીઓ યોજવાનું ચૂંટણીપંચ જાહેર કરી શકે છે. આ વર્ષના અંતે યોજાનારી ગુજરાત અને હિમાચલ પ્રદેશ ઉપરાંત હવે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીઓનું કાઉન્ટડાઉન પણ શરૂ થઇ ગયું છે અને નવેમ્બર માસમાં જ ગુજરાત સહિત આ ત્રણ રાજ્યોમાં ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર થવાની શક્યતા છે. તેનું શીડ્યુલ્ડ ગમે ત્યારે જાહેર થઇ શકે છે. તેવા સંકેતો મળી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં હાલની વિધાનસભાની મુદ્દત જાન્યુઆરીમાં પૂરી થાય છે. આ બંને રાજ્યમાં સામાન્ય રીતે ડિસેમ્બરના પ્રથમ પખવાડિયામાં જ વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા પૂરી થાય છે. જમ્મુ-કાશ્મીરમાં જો સીમાંકન બાદની ધારાસભાની પ્રથમ ચૂંટણી યોજવી હોય તો નવેમ્બર પહેલા યોજવી પડે. નવેમ્બરના બીજા સપ્તાહથી જમ્મુ-કાશ્મીરમાં શિયાળો જામી જાય છે. ભારે હિમવર્ષા શરૂ થઇ જાય છે અને મૌસમ કાતિલ રીતે ઠંડુ બની જાય છે. પરિણામે ચૂંટણીઓ યોજવાનું મુશ્કેલ બને છે. તેથી કાશ્મીરમાં પણ ગુજરાત અને હિમાચલની સાથે જ નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ તેવી પૂરી સંભાવના છે.

હાલમાં જ ચૂંટણીપંચે વર્ષમાં 4 વખત નવા મતદારોની નોંધણીની પ્રક્રિયા શક્ય બનાવી છે અને તે મુજબ દર વર્ષે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરમાં નવા મતદારોના નામોની નોંધણી થઇ શકે છે. તદ્દઉપરાંત નવા સુધારા મુજબ વિદેશમાં ભારતીય દુતાવાસનાં કર્મચારીઓ તથા સર્વિસ મતદારો એટલે કે, ભારતીય સૈન્ય તથા અર્ધલશ્કરી દળના જવાનો પણ પોતાના નામ આ રીતે મતદાર યાદીમાં ઉમેરાવી શકે છે.

Read About Weather here

ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી અંગે જે શીડ્યુલ્ડ નિશ્ચિત કરાયું છે તે મુજબ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી 10 ઓક્ટોબરે થશે. કાશ્મીરમાં 31 ઓક્ટોબરે આખરી મતદાર યાદી જાહેર કરાશે.મતદાર યાદીની સુધારણાના કાર્યક્રમને કારણે ગુજરાતમાં વહેલી એટલે કે નવેમ્બરે વિધાનસભા ચૂંટણીઓ થવાના નક્કર સંકેતો મળી રહ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here