ગુજરાતમાં ત્રણ વર્ષમાં 629 કરોડનું સાયબર ફ્રોડ થયું

ગુજરાતમાં ત્રણ વર્ષમાં 629 કરોડનું સાયબર ફ્રોડ થયું
ગુજરાતમાં ત્રણ વર્ષમાં 629 કરોડનું સાયબર ફ્રોડ થયું

ફ્રોડની 1034 માંથી માત્ર 275 ગુના ઉકેલાયા :ડિસેમ્બર- 2020ની સ્થિતિએ 758 ગુના વણઉલ્યા: ગત વર્ષે એકલા અમદાવાદ જિલ્લામાં 587 કરોડ થી વધુનું ફ્રોડ થયાની 22 નાગરિકોની ફરિયાદ
રાજ્યના 1436 નાગરિકો બન્યા શિકાર

રાજયમાં છેલ્લા 3 વર્ષમાં 1,436 નાગરીકો સાથે રૃ.629 કરોડ 65 લાખથી વધારે રકમના સાઈબર ફ્રોડ થયા છે. વિધાનસભામાં ગૃહ વિભાગે રજૂ કરેલા આંકડા મુજબ ડિસેમ્બર- 2017થી ડિસેમ્બર- 2020 વચ્ચે

Visit Saurashtra Kranti Homepage here

અજાણ્યા નંબરથી આવતા મોબાઈલ કોલ્સ, ઓનલાઈન શોપિંગ જેવા ફ્રોડમાં સાઈબર પોલીસ માત્ર 60 નાગરીકોને 3 કરોડ 95 લાખ એટલે કે 0.67 ટકા જ પરત અપાવી શકી છે. 99.23 ટકા નિષ્ફળ રહી છે.

ડિસેમ્બર- 2017માં 14મી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી. એપ્રિલ- 2019માં લોકસભા અને માર્ચ- 2020માં રાજ્યસભાની ચૂંટણીઓ પણ યોજાઈ છે.

આ ત્રણ વર્ષમાં કોંગ્રેસમાંથી પક્ષપલ્ટામાં કથિતપણે ભાજપ દ્વારા ધારાસભ્યોના ખરીદ- વેચાણને કારણે વિધાનસભાની 13 બેઠકો ઉપર પેટા ચૂંટણીઓ નાગરીકોના માથે થોપાઈ છે.

એટલુ જ નહિ, ડિસેમ્બર- 2020માં પાલિકા- પંચયાતોની ચૂંટણી હતી. પાતળી બહુમતીએ સત્તામાં પરત આવેલી ભાજપ સરકાર સામે ઉઠતા અવાજ, ટ્વિટર, ફેસબૂક, વોટ્સએપમાં સરકાર વિરોધી કે

ટિકાત્મક પોસ્ટ સામે સૌથી વધુ પોલીસ ફરિયાદો પણ આ જ સમયગાળામાં થઈ છે. જેની પાછળ સાયબર ક્રાઈમ સેલની મજબૂત ભૂમિકા રહ્યાનો અવાજ સરકારી નોકરી માટે લડતા યુવાનોથી લઈને ખેડૂતો સહિતના આંદોલનકારીઓ આક્ષેપ કરતા રહ્યા છે.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પછીના ત્રણ વર્ષમાં અને તેમાંય કોવિડ-19ની મહામારી બાદ અચાનક જ ગુજરાતમાં સાઈબર સેલનું નેટવર્ક વધારી દેવાયુ છે.

ગૃહ વિભાગના દાવા મુજબ વર્ષ 2019-20માં જ પોલીસ કમિશનરેટ, રેન્જ અને ક્રાઈમ સ્તરે રહેલા 14 પોલીસ સ્ટેશનોનો વ્યાપ વધીને હવે જિલ્લા સ્તરે કરી દેવાયો છે.

હાલમાં રાજ્યમાં કુલ 24 સાઈબર પોલીસ સ્ટેશનો છે. જ્યાંથી લઈને સાઈબર ક્રાઈમના 720 એક્સપર્ટ કાર્યરત છે. છતાંયે ઈન્ફોર્મેશન ટેકનોલોજીના પ્લેટફોર્મથી થયેલા ફ્રોડની 1034 માત્ર 275 ગુના ઉકેલાયા છે.

ડિસેમ્બર- 2020ની સ્થિતિએ 758 ગુના વણઉલ્યા છે. હવે જ્યારે 15મી વિધાનસભા ચૂંટણીને આડે માત્ર 13 મહિના જ રહ્યા છે તેવામાં જાસુસીમાં મસ્ત સાઈબર પોલીસ ભોગ બનેલા નાગરીકોના કરોડો રૃપિયા પરત અપાવી શકશે કે કેમ તે જોવુ રહ્યુ.

ગુજરાતની પોલીસ અને તેમાંય સાઈબર એક્સપર્ટ ઓફિસરોના નેતૃત્વમાં છેક દુબઈ, નેપાળથી આતંકવાદી ષડયંત્રોના આરોપસર આરોપીઓને પકડીને અમદાવાદ લાવી છે.

આવા જ ઓફિસરોના હવાલેથી ગૃહ વિભાગે લેખિતમાં જણાવ્યુ છે કે, અધિકાંશ ગુન્હાઓમાં આરોપીઓ ખોટા દસ્તાવેજોથી સીમકાર્ડ, બેન્ક એકાઉન્ટ, વોલેટ રાખે છે.

સીમકાર્ડની તપાસ કરીએ એટલે આવી કોઈ વ્યક્તિ (આરોપી) મળતી નથી. બેન્ક એકાઉન્ટની તપાસમાં બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, મુંબઈ, પિૃમ બંગાળ, ઉત્તરાખંડ જેવા રાજ્યોની ફિન્લો કે પ્રાઈવેટ બેંકો હોય છે.

જેમની પાસે પણ કોઈ વિગતો હોતી નથી. આ સ્થિતિમાં આરોપીઓની સાચી વિગતો જ મળતી નથી

ગુજરાતમાં ત્રણ વર્ષમાં રૃ.629 કરોડ 65 લાખથી વધારે સાઈબર ફ્રોડના ગુના નોંધાયા છે. જેમાંથી વર્ષ 2020માં માત્ર અમદાવાદ શહેર સહિત જિલ્લામાં રૃ.587 કરોડ 39 લાખથી વધારે રકમનું ફ્રોડ થયાની 222 નાગરીકોએ ફરીયાદ કરી છે.

ગતવર્ષે 24મી માર્ચથી કોરોનાની મહામારીને કારણે લોકડાઉન રહ્યુ છે. આ સમયગાળામાં પણ સૌથી વધારે સાઈબર ફ્રોડના બનાવો બન્યા છે. આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી બોટાદ, ગીર સોમનાથ, પોરબંદર,

નર્મદા, મહીસાગર, ડાંગ એમ 10 જિલ્લામાં ત્રણ વર્ષમાં સાઈબર ફ્રોડના ગુન્હામાં ટેકનોક્રેટ પોલીસ આર્થિક મંદીના કાળમાં ખરી મહેનતની કમાણીનો એક પણ રૃપિયો પિડીત નાગરીકોને પરત અપાવી શકી નથી.

જ્યારે ખેડા, ગાંધીનગર, નર્મદા, પોરબંદર અને નવસારીમાં માંડ એક ગ્રાહકના પૈસા પાછા આવ્યા છે.

સાઈબર ફ્રોડ અટકાવવા પોલીસે શું કર્યુ ? જવાબમાં ગૃહ વિભાગે કહ્યુ કે, જાણ્યા ઈસમનો ફોન આવે તો ્પાસવર્ડ કે ડેબિટ કાર્ડ નંબર ન આપવા જાહેર જગ્યાએ પેમ્પલેટ લગાવ્યા છે !

Read About Weather here

તદ્ઉપરાંત ઉપર 852 જેટલી કસ્ટમર કેર રિલેટેડ 94 ફ્રોડ સાઈટ અને ગુગલ એડ્સ તથા ફિસિંગ પેજની ટોટલ 242 ફેક વેબસાઈટ બંધ કરાવી અને નાગરીકોને 6 લાખ અરજી કરી છે

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here