ગુજરાતમાં કોવિડ મહામારીને પગલે 1938 કંપનીઓને તાળા

ગુજરાતમાં કોવિડ મહામારીને પગલે 1938 કંપનીઓને તાળા
ગુજરાતમાં કોવિડ મહામારીને પગલે 1938 કંપનીઓને તાળા

કાં’તો ઉત્પાદન ઘટાડાયું અથવા એકમો સાવ બંધ કરાયા: કેન્દ્રનાં કોર્પોરેટ મંત્રાલય દ્વારા સંસદમાં અપાયેલી મહત્વની માહિતી

કોરોના મહામારી અને એ પછીનાં સમયમાં ભારે નાણાંકીય તંગીનો સામનો કરી રહેલી અનેક કંપનીઓને કા તો ઉત્પાદન ઘટાડવું પડ્યું છે અથવા તો એકમોને અલીગઢી તાળા મારવા પડ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

કેન્દ્રનાં કોર્પોરેટ બાબતોનાં મંત્રાલય દ્વારા સંસદમાં એવી માહિતી આપવી પડી હતી કે ગુજરાતમાં કોવિડ મહામારી શરૂ થયા બાદ એપ્રિલ 2020 થી નવેમ્બર 2021 સુધીમાં 1938 કંપનીઓને બંધ કરવાની ફરજ પડી છે.

સંસદમાં માહિતી અપાઈ હતી કે, પ્રવાહિતાની કટોકટી તેમજ માંગમાં ઘટાડો થવાને બદલે કંપનીઓ બંધ કરવાની ફરજ પડી છે. કેટલાક લઘુ ઉદ્યોગ એકમો તેમજ એમએસએમઈ એકમોને રાજ્યમાં તાળા લાગી ગયા છે.

રોકડાની ભારે ખેંચ ઉભી થઇ હોવાથી ટ્રાવેલ અને ટુરીઝમ સેકટર કંપનીઓને પણ ફટકો પડ્યો છે. કોરોના મહામારીએ રાજ્યમાં ઉદ્યોગિક અને વ્યાપારી એકમોને દાળોવાટો કાઢી નાખ્યો છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનાં ઉપપ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું હતું કે, રોકડ નાણાંની તંગીની ઉદ્યોગિક એકમો અને ખાસ કરીને નાના એકમોને ગંભીર અસર થઇ છે. એમનું ટર્નઓવર અટકી ગયું છે. સરકારે ઈમરજન્સી ધિરાણ યોજના શરૂ કરી હતી.

પણ જે કંપનીઓએ બેંક ધિરાણ મેળવ્યું હોય એમને 30 ટકા વર્કિંગ કેપિટલ આપવાની યોજના બનાવવામાં આવી હતી. પરંતુ રાજ્યમાં સંખ્યાબંધ નાના ધંધાર્થીઓ અને યુનિટો બેંક ધિરાણ ધરાવતા ન હતા એમને આ યોજનાનો કોઈ લાભ મળ્યો ન હતો અને આવા અનેક એકમોને તાળા લાગી ગયા હતા.

Read About Weather here

રીટેઈલ ધંધાર્થીઓને સૌથી વધુ ફટકો પડ્યો હતો. ઓનલાઈન ધંધાર્થીઓએ છૂટક વેપારીઓનાં ધંધાને ખતમ કરી નાખ્યા છે. હજુ આગામી વર્ષ સુધીમાં ઘણા બધા લઘુઓ અને મધ્ય કક્ષાનાં ધંધાર્થી એકમો બંધ થઇ જશે તેવી ભીતિ છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here