ગુજરાતમાં કોંગ્રેસનાં ખાલી પડેલા કાર્યકારી અધ્યક્ષ પદ પર નિમણૂંક માટે પક્ષમાં સઘન લોબિંગ

ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ જાહેર  
ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ જાહેર  
યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસને રામ-રામ કરી દીધા બાદ તેમની વિદાયથી ખાલી પડેલી પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ પદની ખુરશી પર મનપસંદ નેતાને બેસાડવા માટે પક્ષમાં જોરદાર લોબિંગ શરૂ થઇ ગયું છે. તેમ કોંગ્રેસનાં સુમાહિતગાર વર્તુળોએ જણાવ્યું હતું. યુવા સંગઠનમાંથી યુવા નેતાને આ હોદ્દા પર નિયુક્ત કરવાની માંગણી જોર પકડી રહી હોવાનું બહાર આવ્યું છે.હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી ગઈકાલે ભાજપમાં પ્રવેશ મેળવી લીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતમાં હાર્દિકને કોંગ્રેસનાં પ્રદેશ કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. હવે આ હોદ્દો હાર્દિકનાં જવાથી ખાલી પડ્યો છે ત્યારે કોંગ્રેસમાં અલગ- અલગ સંગઠનો તરફથી પોતપોતાની પસંદનાં નેતાને નિમણૂંક કરવાની બુલંદ માંગણી ઉઠવા લાગી છે. ખાસ કરીને કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખ દ્વારા એમના સંગઠનમાંથી નિમણૂંક કરવાની માંગણી રોજેરોજ વધુને વધુ બુલંદ બની રહી છે અને એ માટે જોરદાર લોબિંગ ચાલી રહ્યું છે.કોંગ્રેસનાં સાથી સંગઠન યુવા કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ પદે ઇન્દ્રવિજયસિંહ ગોહિલને નિમણુંક આપવા માટે પ્રદેશ મોવડીઓ પર જોરદાર દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું કોંગ્રેસનાં અંતરંગ સુત્રોએ જણાવ્યું હતું.

Read About Weather here

એમની માંગણી એવી છે કે, યુવા અને સક્ષમ નેતાને આ હોદ્દા પર નિયુક્ત કરવો જોઈએ. સંગઠનમાં ચારેતરફથી ઉઠતી માંગણીને લક્ષ્યમાં રાખીને આગામી દિવસોમાં કોંગ્રેસ મોવડીઓ દ્વારા કાર્યકારી અધ્યક્ષનું ખાલી સ્થાન ભરવામાં આવે જેવા ભણકારા વાગી રહ્યા છે. અલગ- અલગ ઝોનમાં કાર્યકારી પ્રમુખોની નિમણુંક કરવામાં આવે એવું આયોજન વિચારણા હેઠળ હોવાનું પણ બહાર આવ્યું છે. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી ગઈ હોવાથી ખૂબ જ ટૂંકાગાળાની અંદર નવી નિમણુંકની જાહેરાત થઇ શકે છે. તેમ કોંગ્રેસનાં નજદીકી સુત્રોએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here