ગુજરાતમાં એશિયાનાં સૌથી મોટા ડિફેન્સ એક્સ્પોનું આયોજન

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

તા. 10 થી 14 માર્ચની વચ્ચે યોજાશે, 61 દેશોનાં 121 વિદેશી પ્રદર્શકો જોડાશે: આયોજન માટે સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે તેવી શક્યતા

ગુજરાતમાં માર્ચ મહિનાની મધ્યમાં યોજાનારા એશિયાનાં સૌથી મોટા ડિફેન્સ એક્સ્પોનું આયોજન ગુજરાત માટે ગૌરવપૂર્ણ ઘટના હોવાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. આ મહત્વનાં ડિફેન્સ એક્સ્પો- 2022 ની તૈયારીઓ માટે ગાંધીનગરમાં ખાસ સમીક્ષા બેઠક મુખ્યમંત્રીનાં અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં કેન્દ્રનાં સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટ પણ સહઅધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

ડિફેન્સ એક્સ્પો માટે આયોજન અને તૈયારીઓ માટે ખાસ એપેક્સ કમિટી રચાઈ છે. 10 થી 14 માર્ચ દરમ્યાન યોજાનારા એશિયાનાં સૌથી મોટા એવા આ સંરક્ષણ પ્રદર્શનમાં 61 દેશોનાં 121 વિદેશી પ્રદર્શકો સહિત કુલ 913 પ્રદર્શકોની નોંધણી અત્યારથી થઇ ચુકી છે. જાહેર જનતા માટે સાબરમતી રીવરફ્રન્ટ ખાતે પણ લાઈવ એકિઝબિશન યોજાશે. હેલીપેડ પ્રદર્શન સેન્ટર, મહાત્મા મંદિર ક્ધવેનશન અને પ્રદર્શન સેન્ટર ખાતે પ્રદર્શન ઉપરાંત સેમિનાર સહિતનાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here

બેઠકમાં આયોજનની સમીક્ષા બાદ રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટે જણાવ્યું હતું કે, એક્સ્પોનાં આયોજનથી રક્ષા ક્ષેત્રનાં ઉદ્યોગો અને મૂડીરોકાણકારોને ગુજરાતમાં એકમો સ્થાપવાની તક મળશે. પ્રદર્શનની 12મી આવૃત્તિમાં, જમીન, નૌકાદળ અને હોમલેન્ડ સિક્યુરીટી સિસ્ટમનાં પ્રદર્શન પર ખાસ ભાર મુકાયો છે.

Read About Weather here

વિશ્વનાં રક્ષા ઉત્પાદકોને ભારતીય રક્ષા ઉદ્યોગ સાથે સહયોગ સાધવાની પણ પૂરી તક મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભવ્ય આયોજન માટે રાજ્ય સરકારનાં સંપૂર્ણ સહયોગની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. આ સમીક્ષા બેઠકમાં રાજ્ય સરકારનાં ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત ભારતીય સેનાની ત્રણેય પાંખનાં અધિકારીઓ અને સીઆરપી, બીએસએફ સહિતની આંતરિક સુરક્ષા પાંખનાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here