ગુજરાતમાં એકાએક ફુંફાડો મારતો રાજરોગ ટીબી, એક’દિમાં 1717 કેસ

ગુજરાતમાં એકાએક ફુંફાડો મારતો રાજરોગ ટીબી, એક’દિમાં 1717 કેસ
ગુજરાતમાં એકાએક ફુંફાડો મારતો રાજરોગ ટીબી, એક’દિમાં 1717 કેસ

આરોગ્ય તંત્રમાં ચિંતાનું મોજું, એકિટવ કેસ શોધવા માટે રાજયભરમાં તપાસ શરૂ: સામાન્ય દિવસોમાં ટીબીનાં દૈનિક 500 કેસ નોંધાય રહયાનો આરોગ્ય તંત્રનો ધડાકો: દેશમાં કાબુમાં આવી ગયેલા મનાતા મહારોગનાં વધતા કેસો આરોગ્ય માટે ખતરાની ઘંટડી

એક જમાનામાં અસાધ્ય ગણાતા અને રાજરોગ તરીકે ઓળખાતા ટીબીના રોગને દેશવ્યાપી ધોરણે કાબુમાં લેવામાં અને નાથવામાં આપણા દેશને સફળતા મળી છે.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ પાછલા કેટલાક વર્ષોથી આ ભયાનક અને શરીરને ખોખલુ કરી નાખતી બિમારીએ દેશમાં પુનરાગમન કર્યુ હોય તેવું લાગે છે. સૌથી વધુ ચોકાવનારી અસરો ગુજરાતમાં થઇ રહી હોવાનું ધડાકો થયો છે.

આરોગ્ય ખાતાના અહેવાલ મુજબ ગુજરાતમાં ટીબીની મહામારી ધીમેધીમે વકરી રહી છે. ગઇકાલે 1 જ દિવસમાં ટીબીના 1717 કેસો દવાખાનાના રેર્કોડમાં નોંધાતા આરોગ્ય તંત્રમાં ચિંતાનું મોજુ પ્રસરી વળ્યું છે.

આરોગ્ય તંત્રના સુત્રોએ જણાવ્યા મુજબ અત્યારે રાજયોમાં સામાન્ય દિવસોમાં ટીબીનાં 500 જેટલા કેસો રોજીંદા ધોરણે નોંધાય રહયા છે. પરંતુ ગઇકાલે એકાએક ઉછાળો આવ્યો હતો અને એક દિવસમાં 1 હજારથી વધુ કેસો નોંધાતા આરોગ્ય તંત્રો ચોંકી ઉઠયું છે.

રાજયમાં ટીબીનાં એકિટવ કેસ શોધવા માટે વ્યાપક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કોરોના મહામારી મહામહેનતે કાબુમાં આવી છે ત્યાં ક્ષય રોગનો ઉપાડો વધી ગયો હોય તેમ લાગે છે. જે લોકોના આરોગ્ય માટે ખતરાની ઘંટડી સમાન માનવામાં આવે છે.

જાણકાર સુત્રો કહે છે કે, ટીબીનાં લગભગ 1 લાખથી વધુ કેસો આ વર્ષે રાજયમાં નોંધાયા છે. જો કે આ રોગને કાબુમાં લેતી અને મટાડી દેતી શકિતશાળી દવાઓ વિશ્ર્વ અને ભારતમાં ઉપલબ્ધ હોવાથી મોટાભાગના દર્દીઓ સારી સારસંભાળ,

શુધ્ધ હવામાન અને પોષ્ટીક ખોરાકને કારણે નિયમીત દવા ખાઇને સાજા થઇ રહયા છે. જાણવા મળ્યા મુજબ જે 1 લાખ કેસો ટીબીના નોંધાયા છે. તે પૈકીના 87% ટીબી દર્દીઓ ફરીથી સ્વચ્છ થઇ ગયા છે

અને બિમારીથી મુકત થઇ ગયા છે જે રાહતની નિશાની માનવામાં આવે છે. ખરાબ હવામાન, જળ અને વાયુ પ્રદૂષણ તથા ખોરાકમાં અનિયમીકતા કારણોથી ટીબીની બિમારી લાગુ થતી હોય છે.

Read About Weather here

પરંતુ સમયસર નિદાન થઇ જાય અને ટીબીના પ્રકારને જાણી લેવામાં આવે તો વહેલી તકે ક્ષય રોગથી મુકત થઇ શકે છે તેવું આરોગ્ય નિષ્ણાંતો જણાવે છે.(2.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here