ગુજરાતમાં ઉભો પાક નિષ્ફળ જવાની ભીતિ, ખેડૂતો ચિંતામાં ગરકાવ

ગુજરાતમાં ઉભો પાક નિષ્ફળ જવાની ભીતિ, ખેડૂતો ચિંતામાં ગરકાવ
ગુજરાતમાં ઉભો પાક નિષ્ફળ જવાની ભીતિ, ખેડૂતો ચિંતામાં ગરકાવ

34 હજાર હેક્ટર જમીન પરનો પાક ધોવાયો યા હજુ પાણીની કેદમાં: સૌથી વધુ નુકસાન રાજકોટ અને જામનગર જિલ્લાઓમાં થયાનું અંદાજ: રાજકોટ જિલ્લામાં સૌથી વધુ લોધિકા તાલુકામાં પાકનું ઘોવાણ

થોડા દિવસ પહેલા એટલે કે ગયા મહીને વરસાદનાં અભાવને કારણે પાક નિષ્ફળ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો હતો. ગયા સપ્તાહનાં વર્ષાતાંડવને કારણે હવે સૌરાષ્ટ્રનાં કિસાનો સામે લીલો દુષ્કાળ મોઢું ફાડીને ઉભો થઇ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

એક અંદાજ મુજબ રાજકોટ અને જામનગર બે જિલ્લાઓમાં જ 34 હજાર હેક્ટર જમીન ભારે વરસાદમાં ધોવાઇ ગઈ હોવાથી પાક નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઇ છે.

જામનગર અને રાજકોટ જિલ્લાઓમાં સૌથી વધુ નુકસાન થયું છે. હજુ ખેતરોમાં પાણી ભરાયેલા છે. ખેડૂતોને એ વાતની ચિંતા સતાવી રહી છે કે, આગામી બે-ત્રણ વર્ષ સુધી પાક મરજી મુજબ લઇ શકાશે નહીં.

કેમકે જમીનોનું ભારે ધોવાણ થઇ ગયું છે. આખા ખેતરને ખેડીને નવેસરથી માટી નાખવી પડશે. કિસાન કોંગ્રેસનાં પ્રમુખ પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, આગામી ત્રણ વર્ષ સુધી ખેડૂતોને નવો પાક લેવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. હજુ તો ગણતરી શરૂ થઇ છે

નુકસાન ક્યાં જઈને અટકે તે કહી શકાય તેમ નથી. સતાવાર આંકડા મુજબ રાજકોટ અને જામનગર જિલ્લાઓમાં જ 34 હજાર હેક્ટર ખેતીની જમીનનું ધોવાણ થઇ ગયું છે. હજી પૂરો અંદાજ બાકી છે.

જામનગર જિલ્લા કલેકટર પી.એસ.ઝામસીંઘે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, પ્રારંભિક અંદાજ મુજબ મેઘતાંડવને કારણે 31 હજાર હેક્ટર જેટલી કૃષિની જમીનનું ધોવાણ થઇ ગયું છે.

હજુ ઘણા વિસ્તારોમાં ખેતરો પાણીમાં ડૂબેલા હોવાથી અમારી સર્વે ટીમોને મુશ્કેલી પડી રહી છે. હાલ 100 થી વધુ ટીમો સર્વે કરી રહી છે.
રાજકોટ જિલ્લામાં સૌથી વધુ નુકસાન પામેલા લોધિકા તાલુકામાં 4398 હેક્ટર ખેતીની જમીન ધોવાઇ ગઈ છે.

હાલારનાં ખેડૂતો કહે છે કે, જિલ્લામાં લાલપુર અને જામજોધપુર તાલુકાઓને બાદ કરતા તમામ તાલુકાઓમાં ભારે વર્ષાતાંડવથી ખેતીની જમીનનું ભરપુર ધોવાણ થઇ ગયું છે. કાલાવડ, ધ્રોલ જોડિયા તાલુકાઓમાં મહત્વ નુકસાની થઇ છે.

અહીં મગફળીનો આખેઆખો પાક સાફ થઇ ગયો છે. જમીનને ફરી ફળદ્રુપ બનાવવા નવેસરથી કાળીમાટી પાથરવી પડશે. ઉપલેટા અને ભાયાવદર તાલુકાઓમાં ખેડૂતોને મગફળી, કપાસ, તુવેર દાળ સહિતનાં પાકોનું જબરું નુકસાન સહન કરવું પડ્યું છે

તેમ કિસાન કાર્યકર ચિંતન કાનગડે જણાવ્યું હતું. ગોંડલ, બાબરા, આટકોટ, કાલાવડ અને ધ્રોલ તાલુકાઓમાં કપાસનો 20 ટકા જેટલો પાક નાશ પામ્યો હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. કિસાનો નુકસાનીને કારણે અશ્રુ બહાવી રહ્યા છે

ત્યારે તેલીયા રાજાઓ ખુશખુશાલ થતા જણાય રહ્યા છે. એમને નિરાશામાં આશાનાં કિરણ દેખાય છે. સોમા નાં પ્રમુખ કિશોર વિરડીયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે અમને તો 30 ટકા પાક થવાની જ આશા હતી પણ ભારે વરસાદને કારણે નુકસાન થયા છતાં મગફળીનો પાક 60 થી 70 ટકા થવાનો અંદાજ છે.

Read About Weather here

ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન સરેરાશ 32 લાખ ટન થાય છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્રને ભારે વરસાદને કારણે માળખાકીય સુવિધાઓમાં રૂ.96 કરોડનું નુકસાન સહન કરવું પડ્યું છે. તેમ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ એક મુલાકાતમાં જણાવ્યું હતું.(2.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here