ગુજરાતનો કિસાન દેશમાં સૌથી સમૃધ્ધ બને એવો અમારો સંકલ્પ: રાઘવજી પટેલ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગુજરાતના કૃષિ અને 2પશુપાલન અને ગૌસંર્વધન મંત્રી રાઘવજી પટેલ સૌરાષ્ટ્ર ક્રાંતીની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને તેમને રાજ્યના કૃષિ ક્ષેત્રનાં વિવિધ પાસાઓની વ્યાપક ચર્ચા કરી હતી. રાઘવજી પટેલે જણાવ્યું હતુ કે,  ખેડૂતોને કૃષિ ઉત્પાદન માટે બિયારણ, વીજળી, પાણી અને માર્કેટીંગ આ તમામ મળી રહી તે જોવાનો રાજ્ય સરકારનો પ્રયાસ સફળ બની રહ્યો છે અને તેના કારણે જ ચાલુ વર્ષે ખેડૂતોને એક તરફ તેમના ઉત્પાદનના પૂરતા ભાવ મળી રહે છે.  સૌથી મહત્વનું એ છે કે ખેડૂતોના તેમના ઉત્પાદનના પૂરતા ભાવ મળી રહે તે માટે જે ટેકાના ભાવની વ્યવસ્થા છે તે એડવાન્સ જાહેર કરી દેવાથી ખેડૂતોને તેમના ઉત્પાદનના લઘુતમ ભાવની ખાતરી મળી જાય છે અને બજાર પણ મળી જાય છે અને આ બંને પગલાઓ છેલ્લા એક વર્ષથી મગફળી લ્યો કે અન્ય કોઇ કૃષિ ઉત્પાદન લ્યો તેમાં કારગર નિવડી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આગામી સમયમાં ગુજરાત પરંપરાગત નહીં પરંતુ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે પણ દેશનું મોડલ બનશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કરતાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં આ વર્ષે ખેડૂતોને તેમના કૃષિપાકનું પુરૂં વળતર મળ્યું છે તે દર્શાવે છે કે ગુજરાતની કૃષિ ક્રાંતિ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. તાજેતરમાં જે વીજ કટોકટી ભારતમાં સર્જાઇ પરંતુ ગુજરાત સરકારે જે રીતે આયોજનબધ્ધ કામ કર્યું હતું તેના કારણે સમગ્ર રાજ્યમાં ઉદ્યોગો, ઘરવપરાશની વીજળીમાં કદી કાપ મુકવો પડ્યો નથી કે સ્ટેબરીંગ કરવું પડ્યું નથી જ્યારે કૃષિ ક્ષેત્ર માટે સરકારે આઠ કલાક વીજળીની જે ખાતરી આપી હતી તેમાં મહદઅંશે સફળતા મળી છે અને જ્યોર્તિગ્રામ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રમાં પૂરતી વીજળી મળી રહી છે જ્યારે પાણીના પ્રશ્ર્નમાં રાજ્યમાં આગામી એક વર્ષનું પીવાના પાણીનું આયોજન થતાં કૃષિ ક્ષેત્ર માટે પણ આ યોગ્ય વ્યવસ્થા થઇ છે. માર્ચ મહિના સુધી સિંચાઈનું પાણી અપાયું છે અને ત્યારબાદ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સિંચાઇનું પાણી છોડાયું છે પરંતુ દરેક સમયે પીવાના પાણીને પ્રાધાન્ય આપવું જરૂરી હોવાથી માર્ચ બાદ સિંચાઈનું પાણી બંધ કરાયું છતાં પણ રાજ્ય સરકારે અનેક વિસ્તારોમાં જ્યાં જરૂર પડે ત્યાં સિંચાઇનું પાણી મળ્યું છે.

ખાતર અંગે તેઓએ કહ્યું કે યુક્રેન કટોકટી સહિતના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવમાં જે વધારો થયો છે તેનો બોજો ખેડૂતો પર ન આવે તે માટે કેન્દ્ર સરકાર સતત સબસીડી વધારી રહી છે અને દેશભરમાં ફક્ત ખાતર માટે જ અંદાજે રૂપિયા બે લાખ કરોડની સબસીડી આપવામાં આવી રહી છે અને ખાતરની તંગી ન સર્જાય તે પણ જોવાયું છે. ભારતમાં યુરિયા અને પોટાસ સહિતનો કાચો માલ વિદેશથી આયાત થાય છે અને આંતરરાષ્ટ્રીય ભાવ બે થી ત્રણ ગણા વધી ગયા હોવા છતાં પણ આજે યુરિયાની થેલીમાં છેલ્લા એક દસકાથી કોઇ વધારો થયો નથી.

Read About Weather here

એટલું જ નહીં સરકારી સબસીડી વધારીને ખેડૂતો માટે ખાતરના ભાવ જાળવી રખાયા છે. રાજ્યમાં ચાલુ વર્ષે કપાસના ઉત્પાદક ખેડૂતોને રેકોર્ડબ્રેક ભાવ મળ્યા તે અંગે તેઓએ કહ્યું કે હવામાનની અસરના કારણે ઉત્પાદન ઓછું થતાં અને લાલ-ગુલાબી ઇયળનો પ્રશ્ર્ન આવતા કપાસનું ઉત્પાદન ઘટ્યું પરંતુ ખેડૂતોને રાજ્ય સરકારે સતત માર્ગદર્શન આપ્યું અને તેના કારણે કપાસના ભાવમાં સારૂં વળતર મળી રહ્યું છે. જ્યારે ઘઉંમાં સરકારે એક પણ ગુણી ખરીદવી પડી નથી અને ખેડૂતોને પૂરતા ભાવ મળ્યા છે. ગુજરાતમાં રાજ્યપાલથી લઇને સમગ્ર રાજ્યનું તંત્ર પ્રાકૃતિક ખેતી માટે, ગાય આધારિત ખેતી માટે જે પ્રયાસો કરી રહ્યું છે તેનાથી આગામી સમયમાં ગુજરાત એ પ્રાકૃતિક ખેતી માટે સમગ્ર દેશમાં મોડેલ બની જશે. તેમની આ મુલાકાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ પણ જોડાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here