રાજકોટ ખાતે 75 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
કોરોના વોરિયર્સનું સન્માન કરાયું, જિલ્લાના વિકાસ કાર્યો માટે 25 લાખનો ચેક કલેકટરને અર્પણ કરતા ઉર્જા મંત્રી સૌરભ પટેલ
ભારતવર્ષના 75 માં સ્વાતંત્ર્ય પર્વની રાજકોટ જિલ્લામાં દેશભક્તિના અનોખા માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ સ્થિત ઘંટેશ્ર્વર એસ. આર. પી. કેમ્પ ખાતે યોજાયેલા સ્વાતંત્ર્ય પર્વના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે રાષ્ટ્રધ્વજ લહેરાવી, ત્રિરંગાને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું હતુ.
Visit Saurashtra Kranti Homepage here
આ પ્રસંગે ઉર્જા મંત્રીએ ગુજરાતની અવિરત વિકાસગાથાને આલેખતા જણાવ્યું હતુ કે, ગુજરાતના આ વિકાસને વર્તમાન સરકારે નવી દિશા સાથે આગળ ધપાવ્યો છે.
મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાત ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ ભણી લઈ જવા પ્રતિબધ્ધતા સાથે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે.
75 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં મંત્રી સૌરભભાઇએ પરેડ કમાન્ડર પી.આઇ. પી.એ.મારવાડા સાથેના રાજકોટ ગ્રામ્ય પોલીસ પુરૂષ અને મહિલા, રાજકોટ સીટી પોલીસ (પુરૂષ),
રાજકોટ ટ્રાફિક પોલીસ, એન.સી.સી., હોમગાર્ડ, ટ્રાફીક બિગ્રેડ, રાજકોટ ગ્રામ્ય જી.આર.ડી., તથા રાજકોટ માઉન્ટેડ પોલીસની પ્લાટુનોનું પરેડનું નિરીક્ષણ કર્યુ હતું.
આ પ્રસંગે મંત્રી સૌરભભાઇ પટેલે રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુને વિકાસ કાર્યો માટે 25 લાખનો ચેક અર્પણ કર્યો હતો.
રાજકોટની ન્યુ એરા સ્કુલ, સેન્ટ ગાર્ગી સ્કુલ, મીરામ્બીકા સ્કુલ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ જયારે રાજકોટ ગ્રામ્ય મહિલા પોલીસ દ્વારા જુડો- કરાટેના દાવપેચ અને
રાજકોટ ગ્રામ્ય પોલીસના પુરુષ જવાનો દ્વારા યોગનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે કોરોના મહામારીમાં પોતાની કે પરિવારની પરવાહ કર્યા વગર
દિવસ રાત સતત ફરજ બજાવનાર 26 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તથા વહિવટીતંત્રના મહેસુલી, શિક્ષણ,આરોગ્ય,પીજીવીસીએલ સહિતના વિવિધ
વિભાગોના 62 એમ કુલ મળી 88 કોરોના વોરિયર્સનું મંત્રી સૌરભભાઇ પટેલના વરદ હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. મંત્રીએ સ્વાતંત્ર્ય સેનાની સ્વ. ધીરજભાઇ લક્ષ્મીશંકર રાવલના
ધર્મપત્ની જશુમતીબેન ધીરજલાલ રાવલનું સુતરની આંટી પહેરાવી સન્માન કર્યું હતું.કાર્યક્રમના અંતે મંત્રી સૌરભભાઇ અને મહાનુભાવોના હસ્તે એસ.આર.પી. કેમ્પના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું.
આ તકે મંત્રી સૌરભભાઇએ વન વિભાગના વનરથને લીલીઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. રાજકોટ ખાતેના 75 માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં સાંસદો સર્વ મોહનભાઇ કુંડારીયા,
રામભાઇ મોકરીયા, ધારાસભ્યો સર્વ અરવીંદભાઇ રૈયાણી, ગોવીંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન વલ્લભભાઇ કથીરીયા, કલેકટર અરૂણ મહેશ બાબુ,
જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, રેન્જ આઇ.જી. સંદિપ સીંધ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ કમિશ્નર ખુર્શીદ અહેમદ, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીના,
Read About Weather here
અગ્રણીઓ સર્વ ડી. કે. સખીયા, નાગદાનભાઇ ચાવડા સહિત પોલીસ અને એસ.આર.પી.ના જવાનો, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.(1.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here