હાયર સેક્ધડરી બોર્ડ ઓફ દિલ્હી નામની બોગસ સંસ્થા રજીસ્ટર કરી ગુજરાતની 57 શાળાને બોગસ સર્ટિફિકેટ આપ્યાનું કૌભાંડ ઝડપાયું છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચે અગાઉ રાજ્યવ્યાપી નકલી માર્કશીટ કૌભાંડ ઝડપેલું જેની તપાસમાં આ રેકેટનો પર્દાફાશ થયો છે. હાલ એક મહિલા સહિત 6 આરોપી સામે હાલ ગુનો દાખલ થયો છે. રાજકોટના જયંતી સુદાણીએ દિલ્હી જઇ સંસ્થા ઊભી કરી હતી અને હાલ ખાંભાનો કેતન જોશી પકડાતા વધુ એક કૌભાંડ બહાર આવ્યું હતું. હાલ પોલીસે જીતેન્દ્ર અમૃતલાલ પીઠડીયા, પરેશ વ્યાસ અને તનુજા સિંગ નામના આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
મળતી વિગત મુજબ થોડા દિવસો પહેલા જ્યારે રાજકોટના નાનામવા રોડ પર પીજીવીસીએલ કચેરી નજીક માધવ કોમ્પ્લેક્સમાંથી ક્રાઇમ બ્રાંચે જયંતી લાલજી સુદાણીને પકડ્યો ત્યારે તેની ઓફિસમાંથી હાયર સેક્ધડરી બોર્ડ ઓફ દિલ્હી લખેલા કવર અને સર્ટિફિકેટ મળી આવ્યા હતા. જેની ઊંડાણ પૂર્વકની તપાસ ક્રાઇમ બ્રાંચ પીઆઇ જે. વી. ધોળા, વાય. બી. જાડેજા, પીએસઆઈ એ.બી. વોરા સહિતની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરતા નવું કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં હાયર સેક્ધડરી બોર્ડ ઓફ દિલ્હી નામની સંસ્થા નકલી હોવાની અને તે ખાંભાનો કેતન હરકાંત જોશી ચલાવતો હોવાની હકીકત મળતાં જ ક્રાઇમ બ્રાંચની ટીમ ખાંભા દોડી ગઇ હતી અને કેતનને ઉઠાવી લીધો હતો, કેતનની પૂછપરછમાં વધુ આ કૌભાંડ બહાર આવ્યું હતું.
પૂછપરછમાં બહાર આવેલા કે, રાજકોટના અશોક લાખાણી અને પાંડે નામના શખ્સે વર્ષ 2011માં દિલ્હી જઇ ત્યાં એક સંસ્થા હાયર સેક્ધડરી બોર્ડ ઓફ દિલ્હી નામથી રજિસ્ટર કરાવી હતી અને તે સંસ્થામાં અશોક અને પાંડે ઉપરાંત તાજેતરમાં ઝડપાયેલો જયંતી સુદાણી ટ્રસ્ટી બન્યા હતા. જયંતી સુદાણી સહિતના શખ્સો કોઇપણ ડિપ્લોમા કોર્સના સર્ટિફિકેટ મંગાવતા ત્યારે રાજકોટનો અશોક લાખાણી દિલ્હીમાં નોંધાયેલી ઉપરોક્ત સંસ્થાના નામે સર્ટિફિકેટ મોકલી આપતા હતા અને તેમણે ગુજરાતની 57 શાળા સાથે વ્યવહાર કરી નકલી સર્ટિફિકેટ આપ્યા હતા. કોરોનામાં રાજકોટના અશોક લાખાણીનું મૃત્યુ થતાં આ વહીવટ અશોકની પત્ની પાસેથી ખાંભાના કેતન જોશીએ સંભાળ્યો હતો, અને તે રાજ્યભરમાં નકલી સર્ટિફિકેટ આપતો હતો.
Read About Weather here
પોલીસ તપાસના ખુલ્યું છે કે, હાયર સેક્ધડરી બોર્ડ ઓફ દિલ્હીના નામે જ નકલી પરીક્ષા લેવાતી, તે પેપર ચેકના નાટક થતાં અને બાદમાં કેતન જોશી વેરિફિકેશન કરીને ખાંભાથી સર્ટિફિકેટ મોકલી આપતો, કેતન જોશી સહિતની ગેંગે રાજ્યના અનેક લોકો સાથે છેતરપિંડી કર્યાની શંકા ઉઠતા પોલીસે આ અંગે અલગથી ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here