ગુજરાતની 3 હજાર શાળાઓ વિશ્ર્વ બેંકનાં શાળા કાર્યક્રમ માટે પસંદ

ગુજરાતની 3 હજાર શાળાઓ વિશ્ર્વ બેંકનાં શાળા કાર્યક્રમ માટે પસંદ
ગુજરાતની 3 હજાર શાળાઓ વિશ્ર્વ બેંકનાં શાળા કાર્યક્રમ માટે પસંદ

સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સ્કૂલ્સ ઓફ એકસેલન્સ પ્રોજેક્ટ શરૂ: રાજ્યનાં શિક્ષણને નવી દિશા મળશે, વિશ્ર્વ બેંકની ટીમનું ગુજરાત આગમન

ગુજરાતની 3081 જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને વિશ્વ બેંકનાં વિશિષ્ટ શિક્ષણ મિશન માટે પસંદ કરવામાં આવી છે. જેના પગલે રાજ્યનાં શિક્ષણનાં ઢાંચામાં જોરદાર અને મહત્વનાં ફેરફારો થશે અને શિક્ષણ પ્રક્રિયા આંતર રાષ્ટ્રીય કક્ષાની બની જશે.

Visit Saurashtra Kranti Homepage here

વિશ્વ બેંકની ટીમનું આ મિશન માટે ગુજરાત આગમન થયું છે. હવે 4 દિવસ રોકાણ કરશે. સ્કૂલ્સ ઓફ એકસેલન્સ પ્રોજેક્ટ માટે 33 જિલ્લાઓ અને 4 મનપા વિસ્તારોમાં 3081 શાળાઓને પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવી છે.

ગઈકાલે ગુજરાતની મુલાકાતે આવી પહોંચેલી વિશ્વ બેંકની ટીમનાં અધિકારીઓએ પ્રોજેક્ટનાં પ્રથમ તબક્કા માટે રાજ્યનાં શિક્ષણ પ્રદાન જીતુ વાઘાણી તથા શિક્ષણ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રથમ તબક્કાની બેઠક યોજી હતી.

વિશ્વ બેંકનાં ફંડથી શરૂ થનારા પ્રોજેક્ટમાં રાજ્યની 2575 પ્રાથમિક અને 506 માધ્યમિક સરકારી શાળાઓ પર વિશ્ર્વ બેંક દ્વારા પસંદગીની મહોર લગાવવામાં આવી છે.

વિશ્ર્વ બેંકનાં પ્રોજેક્ટથી સરકારી શાળાઓની શિક્ષણ વ્યવસ્થા અને સાધન સરંજામમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે. વિશ્ર્વ બેંકનાં પ્રતિનિધિ શબનમ સિન્હા અને એમની ટીમે મહેસાણા અને સબરાકાંઠાનાં જિલ્લાઓની શાળાઓની મુલાકાત લીધી છે.

પ્રોજેક્ટ માટે જરૂરી તૈયારીઓ કરવા શબનમ સિન્હાએ ખાસ વર્કશોપનું આયોજન કર્યું હતું. સૌથી વધુ શાળાઓ બનાસકાંઠા જિલ્લાનાં 124 સમૂહમાંથી પસંગ કરવામાં આવી છે.

સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં 168 શાળાઓ, અમરેલી જિલ્લામાં 132, રાજકોટ જિલ્લામાં 131 અને મહેસાણા જિલ્લામાં 123 શાળાઓની પસંદગી કરવામાં આવી છે. કુલ રૂ. 8 હજાર કરોડનાં ખર્ચે આ ભવ્ય પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે.

Read About Weather here

જેના અંતર્ગત આવતા છ વર્ષમાં 25 હજાર નવા વર્ગખંડ ઉભા કરવામાં આવશે. 1.50 લાખ સ્માર્ટ ક્લાસરૂમ ઉભા કરાશે. 25 હજાર કમ્પ્યુટરલેબ ઉભી કરવામાં આવશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here