આમ આદમી પાર્ટીને જવાબ આપવા જતા ગુજરાતનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની જીભ લપસી ગઈ હતી પરિણામે રાજ્યભરમાં જબરો ઉહાપોહ મચી ગયો છે. રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અંગે ‘આપ’ નાં નેતાઓ દ્વારા કરાયેલા ટીકા પ્રહારોનો જવાબ આપતા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એવું વિધાન કર્યું હતું કે ગુજરાતમાં જેમને શિક્ષણ સારું ન લાગતું હોય તેઓ અન્ય રાજ્યો કે અન્ય દેશમાં જતા રહે. શિક્ષણમંત્રીના વિધાનથી રાજ્યભરમાં દેકારો મચી જતા ભાજપ પણ બચાવની ભૂમિકામાં આવી ગયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
ભાજપની નેતાગીરીએ વાઘાણીનાં વિધાનોથી અંતર બનાવી લીધું હતું અને એવી સ્પષ્ટતા કરી હતી કે, એ જીતુ વાઘાણીનું અંગત મંતવ્ય હતું. રાજકોટ ખાતે મનપા આયોજિત પ્રાથમિક શાળાનાં લોકાર્પણ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી વાઘાણીએ જે વિધાનો કર્યા તેના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. ચારેતરફથી ટીકા પ્રહાર થઇ રહ્યા છે.
રાજકોટનાં કાર્યક્રમમાં દિલ્હી અને ગુજરાતનાં શિક્ષણની સરખામણી કરતા સવાલોથી જીતુ વાઘાણીએ એવા વિધાનો કરવા લાગ્યા હતા કે, ગુજરાતમાં જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં જ આપણે મોટા થયા. આપણા બાપ-દાદા મોટા થયા જો એ બધું સારું ન લાગતું હોય તો શું કરવું જોઈએ? સારું લાગતું હોય ત્યાં જતું રહેવું જોઈએ, રહેવું ગુજરાતમાં, મોટા ગુજરાતમાં થયા, છોકરા અહીં ભણ્યા, ધંધો અહીં કર્યો હવે જો બીજે સારું લાગતું હોય તો છોકરાનાં સર્ટિફિકેટ લઈને જે દેશ અને જે રાજ્ય ગમે ત્યાં જઈને ભણાવો. ત્યાં કુટુંબી ફેરવી નાખો.
જીતુ વાઘાણીનાં આવા વિધાનોથી ગુજરાતભરનાં વાલી વર્ગમાં રોષ અને આક્રોશ ફેલાયા છે. ચારેતરફથી ટીકા પ્રહારો થઇ રહ્યા છે. એટલે પ્રદેશ ભાજપની નેતાગીરી પણ મુંઝવણમાં મુકાઇ ગઈ છે અને બચાવની ભૂમિકામાં આવી ગઈ છે. ભાજપ નેતાગીરીએ ખુલાસો કર્યો છે કે વાઘાણીનાં નિવેદનનું ગલત અર્થઘટન કરવામાં આવ્યું છે.
Read About Weather here
દરમ્યાન આમ આદમી પાર્ટીનાં નેતા ઇસુદાન ગઢવીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શિક્ષણમંત્રીનું નિવેદન ખૂબ જ દુ:ખદ છે, ગરીબ અને મધ્યમ વર્ગનાં વાલી વિદ્યાર્થીઓનું અપમાન કરતુ આ નિવેદન હું સખત રીતે વખોડી કાઢું છે. આવા લોકોને નરેન્દ્ર મોદી સરકારમાં સ્થાન આપે છે? જીતુ વાઘાણીએ રાજ્યનાં વાલી અને વિદ્યાર્થીઓની માફી માંગવી જોઈએ.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here