ગુજરાતની નવી સરકારમાં બિન અનુભવીઓને હોદાની લ્હાણી

સુરતમાં 7 વર્ષના બાળકને ટોયલેટમાં લઈ જઈ કિશોરે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
સુરતમાં 7 વર્ષના બાળકને ટોયલેટમાં લઈ જઈ કિશોરે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

પસંદગીના માપદંડને વખોડી કાઢતા કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ
ટુંકા ગાળામાં નવા પ્રધાનોએ કિસાનો, યુવાનો, મહિલાઓ, કચડાયેલા વર્ગના કામ કરવાની મોટી જવાબદારી

ગુજરાતની નવી રચાયેલી ભાજપ સરકારમાં લગભગ તમામ નવા ચહેરા અને મંત્રીઓ બિનઅનુભવી હોવાની કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો અને મંત્રી પદ માટેની પસંદગી કરવા ભાજપે અપનાવેલા ધારા ધોરણો અને માપદંડની આકરી ટીકા કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ભુપેન્દ્ર પટેલ અને એમની ટીમ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, નવી કેબિનેટમાં પસંદગીનો મુખ્ય માપદંડ બિનઅનુભવ રાખવામાં આવ્યો છે.

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું રાજયના તમામ નવા મંત્રીઓને અભિનંદન આપું છું. એમની પાસે કામ કરવાનો ઘણો ઓછો સમય બચ્યો છે. નવા મંત્રીઓએ રાજયના કિસાનો, મહિલાઓ, યુવા વર્ગ અને નબળા તથા

પછાત વર્ગોના કલ્યાણ માટે ઝડપથી કામ કરવું પડશે. એ માટે જૂના મંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રી પાસેથી તેઓ માર્ગદર્શન લઇ શકે છે અને સીખી શકે છે. કેમ કે એ પૂર્વ મંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રી નવા મંત્રીઓ માટેમોટામાં મોટા બોધ પાઢ સમાન બન્યા છે.

કેમ કે, ભાજપના પાછલા ચાર વર્ષના પાપને પરીણામે એ તમામ મંત્રીઓ હાસીયામાં ધકેલાઇ ગયા છે. કોરોના કાળમાં 3 લાખથી વધુ મોત થયા છે. એ પાપની સજા એ મંત્રીઓએ ભોગવવી પડી છે. હવે 15 મહિના બાકી રહયા છે

તો તેનો પ્રજાના કલ્યાણ માટે ઉપયોગ કરવામાં આવે અને લૂંટવાને બદલે કામ કરવામાં આવે એવી હું ભાજપ નેતાઓને વિનંતી કરૂ. કોંગ્રેસના વરીષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયાએ નવી સરકાર અંગે ટ્વીટ કર્યુ હતું કે, લાગે છે

કે, સાવ શુન્ય અનુભવ એ પસંદગીનો માપદંડ રાખવામાં આવ્યો છે. હવે મંત્રી બનાવવા માટે પ્રજામાં તમારી છબી, કામ કરવાની ક્ષમતા અને અનુભવ જેવા ગુણો જોવામાં આવતા નથી.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ ટ્વીટર પર લખ્યું હતું કે, ભાજપે સુરતના 4 નેતાઓને મંત્રી બનાવ્યા છે.

Read About Weather here

એક કેન્દ્રીય મંત્રી અને 4 કેબિનેટ મંત્રી સુરતના છે. સુરતમાં સ્થાનિક ચૂંટણીઓમાં ‘આપ’ને જોરદાર સફળતા મળી હતી એટલે હવે લોકો સમજી જાય.(2.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here