ગુજરાતનાં આકાશમાં ચમકેલા રહસ્યમય અગનગોળાથી સર્જાતું કુતુહલ

ગુજરાતનાં આકાશમાં ચમકેલા રહસ્યમય અગનગોળાથી સર્જાતું કુતુહલ
ગુજરાતનાં આકાશમાં ચમકેલા રહસ્યમય અગનગોળાથી સર્જાતું કુતુહલ


જામનગરથી માંડી ભરૂચ સુધી અને કચ્છનાં આકાશમાં ધસમસતા જતા ગોળાથી લોકો આશ્ર્ચર્ય: ઘણા ઉત્સુક લોકોએ આકાશમાં સ્પષ્ટ દેખાતા અગનગોળાનાં વીડિયો ઉતારી વાયરલ કર્યા

શનિવારની રાત્રે ગુજરાતનાં આકાશમાં એકાએક નરી આંખે દેખાયેલા રહસ્યમય ધસમસતા અગનગોળાથી ભારે કુતુહલ સર્જાયું હતું. ઘણા લોકોમાં ભય, ગભરાટ અને આશ્ર્ચર્ય મિશ્રિત લાગણી જોવા મળી હતી.

રાજકોટ, જામનગર, સુરત, વડોદરા જેવા મહાનગરો તથા કચ્છનાં આકાશમાંથી નીચેની તરફ ધસી આવતો અગનગોળો જોવા મળ્યો હતો જેનો અનેક લોકોએ વિડીયો ઉતારીને વાયરલ કર્યો હતો. આ દ્રશ્યથી લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું. દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ સહિતનાં અનેક શહેરોમાં આકાશી અગનગોળો દેખાયો હતો.

જાણીતા અવકાશ વિજ્ઞાની ડો.પંકજ જોષીએ જણાવ્યું હતું કે, આકાશમાં દેખાયેલો અગનગોળો એ આકાશી ભંગારનો ટુકડો હોય શકે અથવા તો મોટી ઉલ્કા હોય શકે. તે ભંગારનો અભ્યાસ કર્યા બાદ જ ખ્યાલ આવે. તેમણે કહ્યું હતું કે, ઉલ્કા કરતા પણ ઘણા મોટા કદનો અગનગોળો જોવા મળ્યો હતો. નીચે આવતા- આવતા ધીમે- ધીમે મંદ પડી ગયો જાણતો હતો. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, અવકાશનો ભંગાર ખરી પડે ત્યારે પણ ઉલ્કાની જેમ જ અગનગોળાનાં રૂપમાં ભંગાર દેખાતો હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

વિશ્વભરમાંથી ઉપગ્રહો છોડાતા હોવાથી આકાશમાં ઘણો ઉપગ્રહ ભંગાર તરતો હોય છે. ઘણી વખત આવો ભંગાર ધરતી પર ખરી પડે છે. ત્યારે લાલ ચમકમાં દેખાતા હોય છે અને સફેદ રંગનાં ધુમાડાની પુંછડી પણ દેખાતી હોય છે. જો કે નિષ્ણાંતો કહે છે કે, વિગતવાર અભ્યાસ થાય ત્યારે ખબર પડશે. ફિઝીક્સનાં પ્રોફેસર કમલેશ પાઠકે જણાવ્યું હતું કે, જયારે- જયારે અવકાશી ભંગાર કે ઉલ્કા આકાશમાંથી ખરી પડી પૃથ્વીનાં બાહ્ય આવરણ સાથે ટકરાય છે ત્યારે લાલ- પીળો પ્રકાશ સર્જાતો હોય છે.

Read About Weather here

ભાવનગર જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, અમે ઘણા વિસ્તારોમાં ટીમ મોકલી છે. માનવ વસ્તીને કોઈ નુકશાન થયું છે કે કેમ તેની ચકાસણી ચાલે છે. તમામ તાલુકાને સાવધ કરવામાં આવ્યા છે.બે વૈજ્ઞાનિકોએ અગનગોળાનાં પ્રકાર અંગે તપાસ શરૂ કરી છે. મોટાભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્પષ્ટપણે અગનગોળો દેખાયો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here