જિલ્લામાં વેરાવળ-સોમનાથમાં 5 ઇંચ, સુત્રાપાડામાં 4, તાલાલામાં 3 અને કોડીનાર, ઉના અને ગીરગઢડામાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ગત મોડીરાત્રીથી ફરી મેઘસવારી શરૂ થઈ છે. સવાર સુધીમાં સાર્વત્રિક 2 થી 5 ઈંચ જેટલો વરસાદ વરસાવી દેતા પાણી પાણી થઈ ગયુ છે. જેના પગલે અનેક નદીઓમાં ઘોડાપૂર આવતા ગ્રામ્ય વિસ્તારોના માર્ગે ઉપર ઠેર-ઠેર પાણી ફરી વળ્યા હતા. તેમજ ત્રણ તાલુકાનો જીવાદોરી સમાન હિરણ-2 ડેમ 90 ટકા ભરાઈ ગયો હતો. જેથી ડેમના 3 દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યાં છે.ગઈકાલે આખો દિવસ વરસ્યા બાદ સાંજે થંભી ગયેલી મેઘસવારી મોડીરાત્રીના ફરી શરૂ થઈ હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારે વરસાદ વરસ્યો હતો. ગતરાત્રીના 2 થી સવારે 10 વાગ્યા સુધીમાં વેરાવળ-સોમનાથમાં 120 MM (5 ઇંચ), તાલાલામાં 70 MM(3 ઇંચ),



Visit Saurashtra Kranti Homepage here
સુત્રાપાડામાં 98 MM (4 ઇંચ), કોડીનારમાં 45 MM (2 ઇંચ), ઉનામાં 44 MM (2 ઇંચ), ગીરગઢડામાં 50 MM (2 ઇંચ) વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સતત વરસાદના પગલે સર્વત્ર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હોવાથી જનજીવન પ્રભાવિત થયું છે.થયેલો વરસાદ સવાર સુધીમાં 5 ઇંચ જેટલું પાણી વરસાવી દેતા ઠેરઠેર માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં શહેરના ડભોર રોડ, તપેશ્વર મંદિર રોડ, સુભાષ રોડ, ગાંધીચોક રોડ, અમરદીપ કલીનીક રોડ, એસટીના રસ્તાઓમાં ગોઠણડુબ પાણી ભરાઈ જતા નદીઓ વહેતી જોવા મળી હતી. જ્યારે શહેરમાં આદિત્ય પાર્ક સહિતની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ભારે વરસાદના પગલે શહેરના માર્ગે ઉપર ગટરો ઉભરાઈ જતા દુર્ગંધ ફેલાઈ હતી. જેને લઈ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.
વેરાવળ પંથકના આંબલીયાળા ગામમાંથી પસાર થતી દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેથી ગામના રસ્તાઓ પર નદીઓ માફક પાણી વહેતા થયા હતા. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. આવી જ પરિસ્થિતિ તાલુકાનું ભેરાળા ગામમાં પણ જોવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકોને જોડતા મોટાભાગના રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો હતો. જેથી ગ્રામજનોને હાલાકી પડી રહી છે. પંથકની નદી-નાળાઓમાં પણ ભરપૂર વરસાદી પાણીની આવકના પગલે ધસમસતા પાણી વહેતા જોવા મળી રહ્યા હતા. પંથકની દેવકા, સરસ્વતી અને હિરણ નદીમાં પૂરની માફક પાણી વહેતા જોવા મળતા હતા.
Read About Weather here
વેરાવળ- સોમનાથ, તાલાલા અને સુત્રાપાડા ત્રણ તાલુકાના જીવાદોરી સમાન હિરણ-2 (ઉમરેઠી) ડેમમાં છેલ્લા 24 કલાકમાં 50 ટકા થી વધુ પાણીની આવક થતા ડેમ 90 ટકા ભરાઈ ગયો હતો. જેથી ડેમનું સ્ટોરેજ લેવલ જાળવવા સવારે 3 દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા છે. જેથી ડેમ હેઠળ આવતા વેરાવળ અને તાલાલા તાલુકાના કુલ 13 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. વેરાવળમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. તેમજ હજુ પણ વરસાદની શક્યાતા છે ત્યારે મેરીટાઇમ બોર્ડ દ્વારા વેરાવળ બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. સમુદ્રમાં ઉંચા ઉછળતા મોજા અને ભારે પવનોને કારણે માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે.જેમાં તાલાલા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ અને વેરાવળ તાલુકાના ભેરાળા, મંડોર, ઈશ્વરીયા, ઈન્દ્રોઈ, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી ગામના લોકોનો સતર્ક રહેવા અને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી હોવાનું ડેમ અધિકારી સિંઘલે જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here