રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, ગીર સોમનાથના દરિયાકાંઠે વસેલા વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકામાં ગત રાત્રિથી મેઘરાજાએ મુકામ કરી હેત વરસાવવાનું શરૂ કર્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં આભ ફાટ્યું છે. જિલ્લામાં ગત રાત્રિથી મેઘરાજા ઓળઘોળ થયા હોય એમ અનરાધાર હેત વરસાવવાનું શરૂ કર્યા બાદ સવાર સુધીમાં સાંબેલાધાર વરસાદ વરસાવી દેતાં પાણી પાણી કરી દીધું હતું. એમાં સુત્રાપાડામાં સાત કલાકમાં 12 ઇંચ, કોડીનારમાં સાતેક કલાકમાં 9 ઇંચ અને વેરાવળ-સોમનાથમાં છ કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
એને પગલે સુત્રાપાડા અને કોડીનાર શહેર તથા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો ભારે વરસાદને પગલે વેરાવળ-કોડીનાર વચ્ચે પેઢાવાડા પાસે હાઇવેનાં કામ અંતર્ગત કઢાયેલા રસ્તાઓ સોમત નદીના પૂરના પાણીમાં ગરકાવ થતાં વાહન-વ્યવહાર ખોરવાઇ જતાં બંન્ને તરફ વાહનોની લાઇનો લાગી હતી. તો ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે.આ ત્રણેય તાલુકામાં વરસેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ સુત્રાપાડામાં રાત્રિના શરૂ થયેલી મેઘસવારીએ સવારે 10 વાગ્યા સુધી સાત કલાકમાં 280 મિમી (12 ઇંચ), કોડીનારમાં 225 મિમી (9 ઇંચ) અને વેરાવળમાં 124 મિમી (5 ઇંચ) વરસાદ વરસાવી દીધો હતો.
એને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો ખેતરોમાં પાકને જરૂરી એવા ખરા સમયે જ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. તો કોડીનાર અને સુત્રાપાડા શહેર-પંથકમાં વરસેલા સાંબલેધાર વરસાદને પગલે લોકો અને વાહનચાલકોને અનેક પ્રકારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સુત્રાપાડા શહેર-પંથકમાં ગત રાત્રિના અઢી વાગ્યા આસપાસ મેઘરાજાએ પધરામણી કર્યા બાદ વહેલી સવારે સાત વાગ્યા સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો. આ બાદ પણ વરસાદ ધીમી ધારે વરસવાનું ચાલુ જ હતું. આમ, સાત કલાકમાં 12 ઇંચ જેવો વરસાદ વરસી જતાં શહેર-પંથકમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા.
સુત્રાપાડા પંથકમાં આભ ફાટ્યું હતું, ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઇ જતાં બેટમાં ફેરવાઇ ગયાનો નજારો જોવા મળતો હતો. પંથકના મટાણા સહિતનાં અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયાનાં દૃશ્યો સામે આવ્યાં છે. મટાણા ગામને જોડતા બ્રિજ પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર અટકી જવાની સાથે ગામની અંદર રસ્તા-શેરીઓમાં નદી વહેતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે પ્રશ્નાવડા, લોઢવા, સીંગસર સહિતનાં ગામોની શેરીમાં નદી વહેતી થતાં બેટમાં ફેરવાયા જેવો નજારો જોવા મળતો હતો. સુત્રાપાડાનો વાડી વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
સુત્રાપાડા તાલુકાનાં અન્ય ગામોને જોડતા ઉંબરી સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા બંધ થઇ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.કોડીનાર પંથકમાં પણ ગત રાત્રિથી જ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, જે સવારે પણ અવિરત ચાલુ હતા. એને લીધે કોડીનાર શહેર-પંથકમાં સાતેક કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસી જતાં જળમગ્ન જેવી સ્થિતિ અનેક જગ્યાએ જોવા મળી હતી આજના ભારે વરસાદને પગલે નિર્માણાધીન વેરાવળ-કોડીનાર નેશનલ હાઇવે પર મોરડિયા અને પેઢાવાડા ગામની વચ્ચે પુલનું કામ ચાલી રહ્યું હોવાથી કાઢવામાં આવેલું ડાઇવર્ઝન સોમત નદીમાં આવેલા પૂરના ધસમસતા પાણીમાં ગરકાવ થઇ ગયું હતું.
આ ધસમસતા પૂરના પાણીમાં ડાઇવર્ઝન ધોવાઇ ગયું હતું, જેના પૂરથી જોખમી રીતે પસાર થઇ રહેલાં મોટાં વાહનો પૈકી ટ્રક ફસાઇ ગઈ હોવાનાં દૃશ્યો સામે આવ્યાં હતાં. આમ, હાઇવેના પુલનું કામ સમયસર પૂર્ણ ન કરવાની નેશનલ હાઇવેની ઘોર બેદરકારીનો ભોગ વાહનચાલકોને સહન કરવાનો વારો આવ્યો હતો. આ ડાઇવર્ઝનમાંથી જોખમી રીતે રાહદારી લોકો જવા મજબૂર બન્યા હતા.
Read About Weather here
આ ડાઇવર્ઝન પાણીમાં ગરકાવ થતાં વેરાવળ-કોડીનાર વચ્ચેનો વાહનવ્યવહાર ખોરવાઇ જવાની સાથે બન્ને તરફ વાહનોની લાઇનો લાગી હતી.કોડીનાર શહેરની અનેક સોસાયટીઓ, રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. તો પંથકના દરિયાકાંઠાના મૂળ દ્વારકા, માલાશ્રમ સહિતનાં ગામોની અંદર નદીઓ વહેતી થઇ હતી. તો અનેક લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં ગ્રામજનો પરેશાન થયાં હતાં. ભારે વરસાદને પગલે કોડીનાર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ જળમગ્ન જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકોએ જોડતા માર્ગો પર નદી- વોકળાઓનાં પાણી ફરી વળ્યાને પગલે વાહનવ્યવહાર બંધ થયો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here