ગીરનાર પર 2 દિવસથી ભારે પવન ફુંકાતા રોપ-વે સેવા બંધ

ગીરનાર પર 2 દિવસથી ભારે પવન ફુંકાતા રોપ-વે સેવા બંધ
ગીરનાર પર 2 દિવસથી ભારે પવન ફુંકાતા રોપ-વે સેવા બંધ

પવનની ગતિ ઘટી સામાન્ય થશે ત્યારબાદ રોપ-વે શરૂ કરવામાં આવશે

ગરવા ગીરનાર પર 2 દિવસથી વરસાદી માહોલ વચ્ચે ભારે પવન ફુંકાતો હોવાના કારણે યાત્રિકોની સુરક્ષાને ઘ્યાને રાખી રોપ-વે સતત બીજા દિવસે પણ બંધ રાખવાની સંચાલન કરતી કંપનીને ફરજ પડી છે.

Subscribe Saurashtra Kranti here

ગીરનાર પર બે દિવસથી 90 થી 100 કીમીની ઝડપે પવન ફૂંકાતો હોય જે રોપવે ની ક્ષમતા કરતા વધુ પવન ફુંકાતો હોવાથી બંઘ રાખવાની ફરજ પડી રહી છે. જેથી રોપ વે ની સફર માટે ગીરનાર પહોચતા પર્યટકોમાં નીરાશ વ્યાપેલ જોવા મળે છે.

જૂનાગઢમાં ગઇકાલે બપોર સુધી વરસાદી માહોલ વચ્ચે ભારે પવનનું જોર રહ્યું હતું અને સૌથી વધુ પવન ગીરનાર પર 90 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવવાની સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા.

જેને લઈ ગઇકાલે આખો દિવસ રોપ-વે બંધ રાખવાની ફરજ પડી હતી. જયારે શહેરમાં પણ દિવસભર પવનના સુસવાટા અનુભવાયા હતા.જૂનાગઢનાના ગીરનાર જંગલ તેમજ આસપાસના જંગલ વિસ્તારમાં આવેલ બોરદેવી, ભવનાથ વિસ્તાર, ખોડીયાર રાઉન્ડ, રણશીવાવ વિસ્તારમાં પણ ગઇકાલે દિવસ દરમ્યાન વરસાદી માહોલ વચ્ચે અડધાથી પોણો ઈંચ વરસાદ ઝાપટારૂપી વરસ્યો હતો.

દિવસભર સતત ફુંકાયેલ ભારે પવન સાથે વરસાદી વાતાવરણના લીઘે ઠંડુગાર માહોલ બની ગયો હતો. જૂનાગઢ શહેર ઉપરાંત ભેસાણ, વંથલી અને મેંદરડા પંથકમાં પવન સાથે વરસાદના હળવાથી ભારે ઝાપટાં વરસ્યા હતા.

આજે અને ગઇકાલે સવારે ગીરનાર પર વાદળો સાથે 90 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોવાથી યાત્રિકોની સલામતી માટે ગઇકાલે દિવસભર બાદ આજે સવારથી રોપ-વે બંધ રાખવો પડી રહયો છે.

જે અંગે રોપ-વે નું સંચાલન કરતી કંપનીના અઘિકારી દિપક કપલીશે જણાવેલ કે, દરરોજ સવારે ગીરનાર પર હવામાન ગતિ સહિતની સાવચેતીઓ ચકાસવામાં આવ્યા બાદ રોપ-વે શરૂ કરવામાં આવે છે.

પરંતુ ગઇકાલે અને આજે સતત બે દિવસથી ગીરનાર પર છવાયેલ વરસાદી માહોલ સાથે 90 થી 100 કીમીની ઝડપે ભારે પવન ફુંકાયો રહયો હોય જે રોપ-વે ચલાવવાની ક્ષમતા સામે વઘુ હોવાથી પ્રવાસીઓની સુરક્ષાને ઘ્યાને લઇ રોપ-વે બંઘ રાખવાનો નિર્ણય લીઘો છે.

Read About Weather here

પવનની ગતિ ઘટી સામાન્ય થશે ત્યારબાદ રોપ-વે શરૂ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here