ડોક્ટરે મેટલ ડિટેક્ટરથી ચેઈનની જાણકારી મેળવી અને સર્જરી કરીને ગાયના પેટમાંથી ચેઈન કાઢીને માલિકને સોંપી દીધી. કર્ણાટકના સિરસી તાલુકાની બનેલી એક દ્યટનામાં એક શખ્સની ગાય ૨૦ ગ્રામ સોનાની ચેઈન ગળી ગઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
પહેલા તો શખ્સે ૩૫ દિવસ સુધી ગાયના છાણ પર નજર રાખી કે કદાચ મળી જાય પરંતુ આટલેથી કામ ન થતા શખ્સ ગાયને લઈને ડોક્ટરની પાસે પહોંચ્યો.શ્રીકાંત હેગડેને ૪ વર્ષની ગાય અને તેનું વાછરડું છે.
દીપાવલી બાદ તેમણે ગૌ પૂજા કરી હતી. આ માટે તેઓએ ગાય અને વાછરડાને સ્નાન કરાવી ને માળાથી શણગાર્યા હતા.શ્રીકાંત હેગડેના પરિવારે વાછરડાને ૨૦ ગ્રામ સોનાની સાંકળ પહેરાવી હતી.
થોડા સમય બાદ તેમણે સાંકળી કાઢીને ગાયની સામે મૂકી હતી ગાય ખાવાનું સમજીને ભૂલથી સોનાની ચેઈન ગળી ગઈ હતી. પાછળની ચેન ન મળતા પરિવાર ટેન્શનમાં આવ્યાં હતો કારણ કે ચેઈનની કિંમત લગભગ ૧ લાખ રુપિયા હતી તેથી ચિંતા થવી સ્વાભાવિક છે.
પરિવારે અનુમાન લગાવ્યું હતું કે ગાય ત્યાં રાખવામાં આવેલા ફૂલોની સાથે સાંકળ ગળી ગઈ હશે.પછી પરિવારના સભ્યોએ લગભગ ૩૦થી ૩૫ દિવસ સુધી ગાયના છાણની તપાસ કરી જેથી તેમને ત્યાં સાંકળ મળી શકે.
Read About Weather here
પણ અફ્સોસ, તેમને કશું મળ્યું નહીં. છેવટે તેઓ મદદ માટે પશુચિકિત્સક પાસે ગયા, જેમણે મેટલ ડિટેક્ટરની મદદથી ગાયની તપાસ કરી અને કહ્યું કે તેના પેટમાં ધાતુ છે. ત્યારબાદ પેટમાં સાંકળ ક્યાં ફ્સાઈ છે તે જાણવા માટે ગાયના પેટનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here