ગામમાં ઘીની નદીઓ વહી…!

ગામમાં ઘીની નદીઓ વહી...!
ગામમાં ઘીની નદીઓ વહી...!
વિશ્વ પ્રસિદ્ધ રૂપાલ વરદાયિની માતાની ગઈકાલે નોમની રાત્રે 12 વાગ્યે રૂપાલની પલ્લી નીકળી હતી, જેમાં બહારની કોઈ વ્યક્તિને ગામમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

Visit Saurashtra Kranti Homepage here

ગત વર્ષની જેમ આ વર્ષે પણ ફક્ત ગામના લોકોએ કોરોનાકાળની ગાઈડલાઈન્સ પ્રમાણે પલ્લી કાઢવાની પરંપરા જાળવી રાખી હતી. દુનિયાભરમાં પ્રખ્યાત રૂપાલ ગામમાં સદીઓથી નીકળતી પલ્લી માટે સવારથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી.

ખીજડાના ઝાડમાંથી પરંપરા મુજબ પલ્લી તૈયાર કરવામાં આવી હતી.ગાંધીનગરમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ રૂપાલ ગામમાં સદીઓની પરંપરા મુજબ જ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગઈરાત્રે વરદાયિની માતાની ‘પલ્લી’ કાઢવામાં આવી હતી.

કોરોનાકાળ પછી વર્ષોની પરંપરા મુજબ, ગામમાં નીકળેલી પલ્લીમાં ઘીની નદીઓ વહી હતી. ત્યારે પલ્લી નીકળે એ પહેલાં ગામમાં આનંદનો માહોલ છવાયો હતો તેમજ ગામમાંથી ઘી એકઠું કરવામાં આવ્યું હતું.

આ વખતે પણ કોરોનાનું ગ્રહણ પલ્લીમાં ગામ બહારના ભાવિ-ભક્તોની હાજરી માટે બાધારૂપ બન્યું હતું. રાત્રે 12 વાગ્યા પછી રૂપાલની પલ્લી નીકળી હતી, જેમાં બહારની કોઈ વ્યક્તિને ગામમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

શરૂઆતમાં પલ્લી તૈયાર થઈ ગયા પછી વિધિવત રીતે માતાજીની ધૂન બોલાવવામાં આવી હતી. ગાંધીનગરના રૂપાલ ગામમાં વર્ષોની પલ્લીની પરંપરા કોરોનાકાળ વચ્ચે પણ અકબંધ રહી છે,

જેમાં સવારથી માંડી રાત્રે પલ્લીની તૈયારી શરૂ કરવામાં આવી હતી. એ બાદ મોડી રાત્રે પલ્લી નીકળી હતી, જે વહેલી સવારે મંદિર પહોંચી હતી.

ગત વર્ષની જેમ આ વર્ષે પણ ફક્ત ગામના લોકો જ કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે, પલ્લી કાઢવાની પરંપરા જાળવી રાખી હતી. મહત્ત્વનું છે કે માતાની પલ્લી પર લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો અને એની નદીઓ વહેતી હોય એવાં દ્રશ્યો રૂપાલમાં જ જોવા મળ્યાં હતાં.

રૂપાલની પલ્લીને ગામમાંથી પસાર થતાં જ સમગ્ર ગામ ભક્તિમય બની ગયું હતું. સૌકોઈ લોકો પોતાની માનતા પૂર્ણ કરવા ઘીનો અભિષેક કરવા આવી પહોંચ્યા હતા. માતાજીની ઘીનો અભિષેક કરવાનો લહાવો પણ અનેરો છે.

મહત્ત્વનું છે કે લાખો લિટર ઘી માત્ર વાલ્મીકિ સમાજના લોકો જ એકઠું કરી શકે છે. ત્યારે ગામમાં સમાજના લોકોએ તગારા ભરી ભરીને એકઠું કરવામાં આવ્યું હતું. રૂપાલ વરદાયિની માતાની પલ્લી સમયે ઘીનો અભિષેક થાય એ સમયે લોકો ઘીથી તરબોળ થઈ ગયા હતા.

નોંધનીય છે કે આ ઘીનો એક દાગ પણ કપડાં પર રહેતો નથી. આજે રાત્રે પલ્લી નીકળે એ પહેલાં ગામમાં આનંદનો માહોલ છવાયો હતો તેમજ ગામમાંથી ઘી એકઠું કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરના રૂપાલ ગામમાં વર્ષોની પલ્લીની પરંપરા કોરોનાકાળ વચ્ચે પણ અકબંધ રહી છે.

અગાઉ લાખોની મેદની વચ્ચે નીકળતી વરદાયિની માતાજીની પલ્લી આ વખતે ગ્રામજનો વચ્ચે જ કાઢવામાં આવી.. ગામના લોકોએ પણ પોતાનાં ઘરો કે ચોકમાં જ પલ્લીનાં દર્શન કર્યાં તેમજ મોટી સંખ્યામાં માતાજીની પલ્લીમાં ગ્રામજનો જોડાયાં હતાં.

રૂપાલ ગામના 27 ચોકમાં પ્રતીકાત્મક રીતે ઘીનો અભિષેક કરાયો હતો. ગામના દરેક ચોકમાં ઘીનાં પીપડાં-ટ્રેક્ટર ભરેલાં રહેતાં, જેમાં ડોલે-ડોલે પલ્લી પર ઘીનો અભિષેક થતો હતો.

ઉલ્લેખનીય છે કે આ પલ્લીની ઉજવણીના ઇતિહાસની વાત કરીએ તો ઉનાવા ખાતે અગ્નિકુંડમાં ભૂવાજી કૂદ્યા બાદ પલ્લીની શરૂઆત થઈ હતી. દાયકાઓ પહેલાં ઉનાવામાં નોરતાની છેલ્લી રાત્રે નરબલિ યજ્ઞ થતો હતો.

એ સમયે માણસ યજ્ઞકુંડમાં હોમાય એ ભોગનાં દર્શન કરીને પછી જ રૂપાલની પલ્લીમાં ઘી હોમવા જવાનું કહેવાતું હતું.

યજ્ઞમાં બલિના નામે થતી આ હિંસા સામે ગામમાં રહેતા એક નાગર દંપતીએ અંગ્રેજ સરકારને રજૂઆત કરીને પ્રથા બંધ કરાવી હતી.

Read About Weather here

એ બાદથી હવે ભૂવાજી યજ્ઞમાં કૂદીને બહાર નીકળી જાય છે અને જે બાદ પલ્લીની વિધિ શરૂ થાય છે. રૂપાલ ગામના દરેક સમાજે પલ્લીમાં યોગદાન આપ્યું.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here