રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીની ઉજવણીના આયોજનો અંગે વિચાર-વિમર્શ કરાયા
મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવભર્યાં બિરૂદથી નવાજ્યા હતા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની તેમજ સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી ગુજરાત સરકાર દ્વારા થઈ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
આ અંતર્ગત ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીની ઉજવણી માટે રાજ્યકક્ષાની સમિતિના અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.
ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ રાજ્યકક્ષા મંત્રી અને સમિતિના ઉપાધ્યક્ષ વિભાવરીબેન દવે, ધંધુકાના પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, લોકગાયક અભેસિંહ રાઠોડ તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિક મુખ્ય સચિવ સી. વી. સોમ (આઈ.એ.એસ.), યુવક-સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશ્નર પી. આર. જોષી, નાયબ સચિવ (સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ) એસ. કે. હજુ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગાંધીનગર ખાતે વિવિધ આયોજનો વિશે વિચાર-વિમર્શ કરાયો હતો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રચેલ સદાબહાર ગીત કસુંબીનો રંગના અનન્ય-અદ્વિતીય વિડીયો આલ્બમને પિનાકી મેઘાણીએ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અર્પણ કર્યું હતું. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ધંધુકાના પૂર્વ-ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા આ વિડીયો આલ્બમ માટે પથદર્શક રહ્યાં છે.
Read About Weather here
નવી પેઢીમાં રાષ્ટ્ર-ભાવના જાગૃત થાય તેમજ જીવન-મૂલ્યોનું સંસ્કાર સિંચન થાય તે આશયથી ગુજરાતની દરેક યુનિવર્સિટી, કોલેજ અને શાળામાં ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમનાં ગીતો ગુંજે તેવી પ્રેરણા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી હતી.(6.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here