શ્રવાણ પૂરો થતાની સાથે હવે લોકો ગણપતિનાના આગમનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકો પીઓપીની મૂર્તિ ની સ્થાપન કરતા હોય છે.
જેને પરિણામે પર્યાવરણમાં ઘણુખરું નુકશાન પહોંચે છે. જેના ધ્યાનમાં લઈને આ તહેવારની ઉજવણીની સાથો સાથ લોકો પર્યાવરણને અનુલક્ષીને પણ ઘણીખરી પ્રવૃતિઓ કરી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
તાજેતરમાં જ પર્યાવરણના બચાવને અનુલક્ષીને લોકોમાં જાગૃતતા આવે તેના અનુસંધાને જુનાગઢ મ્યુઝિયમ દ્વારા માટીના ગણપતિ બનાવવા માટેનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો.

જેમાં મ્યુઝીયમના ક્રીએટર કિરણ વરિયા દ્વારા માટીમાંથી કઈ રીતના ગણેશજીની મૂર્તિ બનાવી તેની લોકોને ટ્રેનિંગ આપવામાં આવી હતી.
Read About Weather here
બાળકોથી લઈ વૃદ્ધ સુધીના 200થી વધુ લોકોએ આ વર્કશોપમાં ભાગ લઈ ગણેશજીની જુદી જુદી મૂર્તિઓ બનાવી હતી. તેમજ પોતાના ઘરે સ્થાપના કરવાનું વચન લીધું હતું અને બીજા લોકોને પણ પર્યાવરણ બચાવવા અને માટીના ગણેશજીની સ્થાપના કરવા અપીલ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here