ગઢકામાં મોબાઈલની લતમાં યુવક પ્રથમ માળેથી પટકાતા મોત

નવાગામમાં પોલીસ પર હુમલો: ફરજમાં રૂકાવટ
નવાગામમાં પોલીસ પર હુમલો: ફરજમાં રૂકાવટ

ગઢકામાં મોબાઈલની લતમાં યુવક પ્રથમ માળેથી પટકાતા મોત

રાજકોટ તાલુકાનાં ગઢકા ગામે રહેતો યુવક કારખાનામાં મજુરીકામ કરતો વિનોદ છગન બથવાર (ઉ.વ.30) ને બુધવારે કારખાનામાં રજા હોવાથી ઘરની અગાસી ઉપર ચડી રાત્રીનાં દીવાલ પર બેસી મોબાઈલમાં વિડીયો ગેમ રમતો હતો. તે અરસામાં અકસ્માતે પ્રથમ માળેથી આર.સી.સી રોડ પર ગબડી પડતા દલિત યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબિબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.

Subscribe Saurashtra Kranti here

મોરબીમાં પિતાએ ફડાકો મારતા પુત્રે એસીડ પીધું

મોરબી તાલુકાનાં લાલપર ગામે રહેતા યુવક ધવલ પ્રવિણ રાઠોડ (ઉ.વ.21) ને તેના પિતાએ કારખાનામાં મજુરીકામે જવા બાબતે ફડાકો ઝીંકી દીધો હતો. જે બાબતનું માંઠુ  લાગી આવતા યુવકે સાંજે એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શિવવિહાર સોસાયટીમાં પાનનાં ધંધાર્થી પર બે શખ્સોનો હુમલો

મોરબી રોડ પર શિવવિહાર સોસાયટીમાં રહેતો પાનની દુકાન ધરાવતો સંજય જેસા કરમટા (ઉ.વ.21) એ સાંજે પેડક રોડ પર બાલક હનુમાન ચોકમાં પાનની દુકાને હતો. ત્યારે જુના ઝઘડાનો ખાર રાખી પાડોશી ચા નાં ધંધાર્થી નિલેશ મુંધવા, વિશાલે ઢીકાપાટાનો મારમારી માથામાં કડું ઝીંક્યુ હતું. જેના કારણે ઘવાયેલા યુવાને સિવિલ હોસ્પિટલમાં તબિબી સારવાર મેળવી હતી. બી.ડિવીઝન પોલીસે મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાંચ સંતાનોથી કંટાળી માતાએ ઝેર પીધું

કાલાવડ ગામે ચક્કીવાડી શેરીમાં રહેતી સમીમ જાહિદ કચ્છી (ઉ.વ.32) એ તેની ત્રણ દીકરી-બે દિકરાનાં કજીયાથી કંટાળી ઘરે ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે ખસેડાઈ હતી. બનાવ અંગે જાહિદ કચ્છીએ સંતાનોના કજીયાથી કંટાળી પગલું ભર્યાનું પોલીસમાં નિવેદન નોંધાવ્યું હતું.

ઉદયનગરમાં આહિર પ્રોઢનું હાર્ટએટેકથી મોત

મવડીનાં ઉદયનગર-1 માં શેરી.23 માં રહેતા હિતેશ વાલજી બોરીચા (ઉ.વ.44) સાંજે ઘરે છાતીમાં દુઃખાવો ઉપાડતા પરિવાર જનોએ બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબિબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.

ભરતનગરની પ્રોઢા ભૂલથી ફીનાઈલ પી જતા સારવારમાં

શહેરનાં આઈ.ટી.આઈ પાછળ ભરતનગરમાં રહેતા ઇન્દુ રાજકુમાર ગુપ્તા (ઉ.વ.44) એ સાંજે ભૂલથી પાણીની જગ્યાએ ફીનાઈલ પી જતા પતિ રાજકુમાર રાવએ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.

Read About Weather here

આર્થિક સંકડામણથી કંટાળી રૈયાધાર પ્રોઢે ઝેર પીધું

શહેરનાં રૈયાધારમાં રામાપીર ચોક પાસે રહેતા જયસુખ ડુંગર વાઘેલા (ઉ.વ.52) એ આર્થિક ભીંસથી કંટાળી સાંજે ગેલેક્સી સિનેમા  સામે ઝેર પી આપઘાતનો પ્રયાસ કરી પૂર્વે શેઠ અંકુર રાવલને જાણ કરી હતી. બનાવ અંગેની જાણ થતા અંકુર રાવલે ઘટના સ્થળે દોડી જઈ પ્રોઢને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleકાળીપાટ ગામ અને વિશ્વકર્મા સોસાયટીમાં જુગાર રમતી પાંચ મહિલા સહીત ૧૫ ની ધરપકડ
Next articleસૌરાષ્ટ્ર યુનિવર્સીટીને લઇને મહત્વની જાહેરાત