ગઠિયાવનો ત્રાસ…!

ગઠિયાવનો ત્રાસ...!
ગઠિયાવનો ત્રાસ...!

અમદાવાદ શહેરમાં લૂંટ અને ધરફોડની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. તે ઉપરાંત ઠગાઈના કિસ્સાઓ પણ વધી રહ્યાં છે. ત્યારે શહેરમાં છેતરપિંડીની એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરમાં સાબરમતિ વિસ્તારમાં રહેતા પતિ અને પત્ની નોકરીએ ગયાં હતાં અને તેમના બાળકો ઘરે એકલાં હતાં. આ દરમિયાન એક ગઠિયા ઘરે આવ્યો અને બાળકોને તેમના પિતાનો એક્સિડન્ટ થયો હોવાનું કહી ઘરમાંથી 80 હજાર રૂપિયા કઢાવ્યા હતાં.

આમાંથી તેણે 32 હજાર રૂપિયા બાળકોને પરત આપ્યા અને 48 હજાર રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં રહેતા મૂળ બનાસકાંઠાનાં પ્રવીણભાઈ પરમાર કાલુપુરમાં એક પ્લાસ્ટિકની દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.

ગત ઓક્ટોબર માસમાં તેમના સંતાનો ઘરે હતા ત્યારે તેમની પુત્રીએ તેમને ફોન કર્યો અને પૂછ્યું કે પપ્પા તમને અકસ્માત થયો છે? દિકરીનો સવાલ સાંભળીને પિતાએ અકસ્માત નહીં થયો હોવાનું જણાવ્યું હતું.

ત્યારે તેમની પુત્રીએ જણાવ્યું કે તમે અને મમ્મી નોકરીએ ગયા ત્યારે એક ભાઈ આવ્યો હતો. જેણે ભાઈ રાહુલને બોલાવીને કહ્યું કે તારા પપ્પાનો અકસ્માત થયો છે. દવા માટે ઘરમાં રૂપિયા પડયા હોય તો લઈ લે.

રાહુલે તેની બહેનને ઊંઘમાંથી જગાડી અને આ વાત કરી હતી. ત્યારે તેણીએ ઘરમાં પૈસા ન હોવાનું જણાવ્યું હતુ. પરંતુ રાહુલ ઘરમાં પૈસા હોવાનું જાણતો હતો. જેથી તેણે ઘરમાં કબાટમાંથી 80 હજાર કાઢી આ વ્યક્તિને આપી દીધા હતા.

જે વ્યક્તિએ 48 હજાર કાઢી લીધા અને 32 હજાર પરત આપી દીધા હતા. બાદમાં પ્રવીણભાઈનાં પુત્ર રાહુલને તે હોસ્પિટલ સાથે આવવાનું કહેતા તેણે પિતાને ફોન કરવાનું કહ્યું હતું.

જેથી નંબર લગાવવાનો ડોળ કરી ગઠીયાએ ફોન નથી લાગતો કહી રાહુલને લઈ ગયો હતો. રાહુલ પાડોશમાં રહેતા એક છોકરાને પણ સાથે લઈ ગયો હતો.

ટોલનાકા પાસેથી રિક્ષામાં આ ગઠિયો સુભાસબ્રિજ પાસે લઈ ગયો અને સામેનું કોમ્પકલેક્સ બતાવી તારી માતા ને લઈને અહીં આવજે કહી ફરી રિક્ષામાં બેસાડી ઘરે મોકલી આપ્યો હતો.

Read About Weather here

બાદમાં સંતાનોએ પ્રવીણભાઈને ફોન કરતા મામલાની જાણ થઈ અને કોઈ ગઠિયો ઉલ્લુ બનાવી 48 હજાર લઈ ફરાર થઈ ગયો હતો. જેથી સમગ્ર બાબતની પ્રવીણ ભાઈએ ફરિયાદ નોંધાવતા હવે સાબરમતી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી ગઠિયાને શોધવા તજવીજ હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here