ગંજીવાડામાં માનસિક બિમારીથી કંટાળી યુવકનો આપઘાત

ગંજીવાડામાં માનસિક બિમારીથી કંટાળી યુવકનો આપઘાત
ગંજીવાડામાં માનસિક બિમારીથી કંટાળી યુવકનો આપઘાત

શહેરનાં ગંજીવાડા શેરી.7 માં રહેતા મજુરી કામ કરતા મિતેષ બટુકભાઈ ઝીંઝરીયા (ઉ.વ.૩૫) એ માનસિક બીમારીથી કંટાળી કંટાળી પોતાના ઘરે પાઈપમાં દોરી બાંધી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. મૃતક મિતેષને સંતાનમાં એક પુત્ર છે તથા બે ભાઈ, ૧ બહેનમાં બીજા નંબરનો હતો. થોરાળા પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.(૫.૧૨)

Visit Saurashtra Kranti Homepage here


  • જસદણમાં જામનગરી બંદૂક સાથે શખ્સ પકડાયો

જસદણનાં કાંસકોલીયા ગામની સીમમાં ખેડૂત પાસે બંદૂક હોવાની ચોક્કસ બાતમીનાં આધારે રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી ની ટીમે દરોડો પાડી પાંચા લીંબાભાઈ ઝાપડીયા (ઉ.વ.45) ની ધરપકડ કરી તેણી પાસેથી જામનગરી નંગ-1 કિંમત રૂ.3000 તથા છરા નંગ 250 કિંમત રૂ.50 તથા દારૂગોળાનો પાઉડર મળી કુલ રૂ. 3200 નો મુદ્દામાલ કબ્જે કરી સપ્લાયની શોધખોળ શરૂ કરી છે.(૫.૧૨)


  • મયૂરનગરમાં કારખાનામાં કામ કરતા શ્રમિકનું હાર્ટએટેકથી મોત

ભાવનગર રોડ પર પાંજરાપોળ-6 માં રહેતા કારખાનામાં કામ કરતા હસમુખભાઈ બીજલ ડાભી (ઉ.વ.45) એ રાજમોતી મીલ પાછળ શક્તિ  ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કામ કરતા હતા. ત્યારે છાતીમાં દુઃખાવો ઉપાડતા આધેડને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. થોરાળા પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.(૫.૧૨)


  • બરકતીનગરમાં મહિલા પર પાડોશી માતા-પુત્રનો હુમલો

કોઠારીયા સોલવન્ટ બરકતીનગરમાં રહેતા હમીદાબેન જમાલભાઈ કુરેશી (ઉ.વ.35 ઘરે હતા. ત્યારે જુના ઝઘડાનો ખાર રાખી પાડોશી મુમતાઝબેન- તેના પુત્ર લાકડી વડે મુંઢમાર મારી ખૂનની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત મુસ્લિમ મહિલાને તેના પુત્રે સાજીદેસારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી આજીડેમ પોલીસને જાણ કરી હતી. આજીડેમ પોલીસે મારામારી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(૫.૧૨)


  • ઈન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરવા મુદ્દે યુવક પર પાડોશીનો હુમલો

શહેરનાં જાગનાથ સોસાયટી શેરી-૧ માં એ-એપાર્ટમેન્ટમાં રહેતા ચોકીદારનું કામ કરતા રોશન અમરભાઈ તિરુવા (ઉ.વ.23) એ સોરઠીયાવાડી બગીચા પાસે હતો. ત્યારે ઇન્સ્ટાગ્રામમાં ગાળો દેવા બાબતે નિલુ બોરીચા તત્ય્હા અજાણ્યા શખ્સે ધોકાથી મારમારતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મારામારીનાં બનાવ અંગે ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(૫.૧૨)

Read About Weather here


યુવરાજનગરમાં પાડોશીનાં ત્રાસથી કંટાળી મહિલાએ ફીનાઈલ પીધું

જુના માર્કેટિંગ પાસે યુવરાજનગરમાં રહેતા મુકતાબેન રાયધનભાઈ સિંધવ (ઉ.વ.40) એ ગઈકાલે પાડોશી મહેશ, મેહુલ, બે મહિલાનાં ત્રાસથી કંટાળી ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(૫.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here