1978ના વર્ષમાં સિમેન્ટ બનાવતી કંપનીને 20 વર્ષના ભાડા પટ્ટે આપી હતી. જેની લીઝ પૂરી થતા જમીન અમને પરત આપી હતી. જમીન પરત મળતા મૂળ માલિક તરીકે પોતાનું નામ લખાવ્યા બાદ તે જમીન પર ખેતી કરતા હતા. બાદમાં 2020માં બાલુભા પબુભા કેરને અડધી જમીન સબ રજિસ્ટ્રાર કચેરીમાં વેચાણ દસ્તાવેજ કરી વેચાણ કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મકનપુર ગામે રહેતા દેવુભા સારિયાભા નામના વૃદ્ધ ખેડૂતે જામનગરના ગાંધીનગરમાં રહેતા સંજીવ નટવર ચાંદેલિયા, તેનો પુત્ર સાગર અને કલ્યાણપુર ગામે રહેતા ડી.એલ.તેરૈયા સામે સીઆઇડી ક્રાઇમ રાજકોટ ઝોનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
Visit Saurashtra Kranti Homepage here
તેમની મકનપુર ગામે 8 એકર ખેતીની જમીન આવેલી છે.વેચેલી જમીનનું રેવન્યૂ રેકર્ડમાં નામ દાખલ કરાવવા બાલુભા કેરે અરજી કરી હતી.જે અરજીને પગલે દ્વારકા મામલતદારે પોતાને નોટિસ મોકલી હતી. જેમાં જણાવાયું હતું કે, મારી અડધી જમીન વેચાણ દસ્તાવેજથી વેચેલ છે તે 2010માં સાગર ચાંદેલિયાએ કરાર આધારે ખરીદ કર્યાનું અને બાલુભા કેરે કરેલી અરજી સામે સાગર ચાંદેલિયાએ વાંધા અરજી કરી હતી. જેથી પોતે પુત્ર સાથે સબ રજિસ્ટ્રાર કચેરી જઇ તપાસ કરતા સાગર ચાંદેલિયાએ રજિસ્ટર્ડ બાનાખતથી ખરીદ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.જેની નકલ મેળવી તપાસ કરતા તેમાં રૂ.50-50ના સ્ટેમ્પ પેપર ખરીદનાર તરીકે સંજીવ ચાંદેલિયાનું નામ હતું. તેમાં જે ફોટો હતો તે પોતાનો ન હતો.
Read About Weather here
એટલું જ નહિ તેમાં જમીનના રૂ.2.01 લાખ વેચાણ આપવાનું નક્કી થયાનું, બાનાખત પેટે રૂ.40 હજાર મળ્યાનું અને બીજા રૂ.60 હજાર રોકડા મળી એક લાખ મળ્યાનું જાણવા મળ્યું હતું. આ બાનાખત સબ રજિસ્ટ્રાર કલ્યાણપુર ખાતે ડી.એલ.તેરૈયાએ રજિસ્ટર કરાવ્યું છે. અંતે પોતાના ઉપરાંત અન્ય ગામના લોકો સાથે પણ ઉપરોક્ત આરોપીઓએ વિશ્વાસઘાત, છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાવી છે. સીઆઇડી ક્રાઇમ રાજકોટ ઝોને ગુનો નોંધી આર્થિક ગુના નિવારણ શાખા, યુનિટ-1ના નાયબ પોલીસ અધિક્ષક એ.એમ.પટેલે તપાસ હાથ ધરી છે.તપાસ કર્યા બાદ સાગરને મળવા જતા તેના પિતા સંજીવ ચાંદેલિયા ભેગા થયા હતા. અને તમારા દીકરાએ મારી જમીન ખોટા દસ્તાવેજના આધારે બાનાખત કર્યાની વાત કરી હતી. જેથી સંજીવ ચાંદેલિયાએ તમારાથી થાય તે કરી લેજો તમારે જમીન મને આપ્યે જ છૂટકો થશે તેમ કહી ધમકી આપી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here