ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન છેડવા ચીમકી

ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન છેડવા ચીમકી
ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન છેડવા ચીમકી

કેશોદ તાલુકા કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર

કેશોદ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ઘણા સમયથી વિવિધ પડતર પ્રશ્ર્નો અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ધ્યાને ના લેવાયેલા મુદ્દાઓને લઈ મંત્રી હરિભાઈ મેનપરાના અધ્યક્ષતામાં કેશોદ મામલતદારને આવેદનપત્ર અપાયું હતું.

જેમાં ખેડૂતોની ઉપજની ટેકાના ભાવે ખરીદી કરવી, કિસાન સૂર્યોદય યોજના ફરી શરૂ કરવા, ખાતર દવાઓના ભાવ વધારા પરત ખેંચવામાં આવે, નવા વીજ જોડાણોમાં મીટર ફરજીયાત ના આપવા, વિવિધ યોજનાઓમાં ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં બાકી રહેતા ખેડૂતોની અરજીઓ વેઇટિંગમાં રાખવી જેથી ફરી વખત તેમને પણ લાભ મળી શકે, ખેતીવાડીની ફેન્સીંગ યોજનામાં તમામ ખેડૂતોને સબસીડી આપવી.

સબસીડી યુક્ત ડીઝલ મળે તેવા પ્રબંધ કરવા, ખાતેદાર ખેડૂતને 60 વર્ષ બાદ પેન્સન યોજનાનો લાભ આપવો, પાક વીમા કવચ તાત્કાલિક ચુકવવામાં આવે તેવી માંગણી કરાઈ છે.

Read About Weather here

વિવિધ પડતર પ્રશ્ર્નો સાથે કેશોદ ભારતીય કિસાન સંઘ, કિસાન એકતા સમિતિ તેમજ માનવ અધિકાર પંચના દાસાભાઈ ખાંભલા તેમજ અન્ય સંગઠનો જોડાઈ મામલતદારને આવેદન આપવામાં આવેલ છે. આ મુદ્દાઓ કોઈપણ ફેર બદલાવ નહીં આવે તો ટૂંકા ગાળામાં ઉગ્ર આંદોલનની ચીમકીઓ પણ આપવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here