જુના મા.યાર્ડમાં અચાનક ચેકીંગ કરતા ચેરમેન જયેશ બોધરા
ખેડૂતોએ વેચેલો માલ વેપારીઓને ઝડપથી ઉપાડી લેવાની સુચના અપાઇ
રાજકોટ માર્કેટીંગ યાર્ડ (બેડી)ના નવનિયુકત ચેરમેન જયેશભાઇ બોધરાએ ખુરશી સંભાળતા બીજા દિવસે બેડી યાર્ડ ખાતે વહેલી સવારે ડિરેકટર અને કર્મચારીઓની સાથે સરપ્રાઇઝ ચેકીંગ કર્યૂ હતું. ખેડૂતોને કોઇપણ પ્રશ્ર્ન હોય તો રૂબરૂ અથવા મોબાઇલ પર વિગતો જણાવવા કહયું હતું.
ચેરમેન જયેશભાઇ બોધરાએ આજે વહેલી સવારે 4 વાગ્યે ખેડૂતોના હીત માટે જૂના માર્કેટીંગ યાર્ડમાં અચાનક ચેકીંગ કર્યૂ હતું. ચેકીંગ દરમિયાન માલુમ પડયું હતું કે, શાકભાજી લઇને આવતા ખેડૂતની જગ્યા પર દબાણ કરી બેઠેલા લુખ્ખા તત્વોને તાત્કાલીક દંડ ફટકારી પ્રવેશબંધી કરવામાં આવી હતી.
Read Local News / Articles : Saurashtra , Gujarat
જયેશભાઇ ખેડૂતોની જણસીની હરાજી સમયે હાજર રહી ખેડૂતોને પડતી મુશ્કેલીઓ સાંભળી હતી. ખેડૂતોની જણસીનો બગાડ ના થાય તેમજ વેચેલો માલ વેપારીઓ ઝડપથી લે તેવી કડક સુચનાઓ આપી હતી.
Read About Weather here
થોડાક દિવસો પહેલા જયેશભાઇ સરપ્રાઇઝ ચેકીંગ કર્યૂ હતું ત્યારે કર્મચારીઓને સમયસર હાજર થવા જણાવ્યું હતું.(1.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here