આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હુમલાખોર વિદ્યાર્થી વિરુદ્ધ ખૂનની કોશિશનો ગુનો નોંધી તપાસ આદરી છે. વસ્ત્રાપુરના માનસી ચાર રસ્તા નજીક ખાનગી ટ્યુશન કલાસીસમાં જતા ધો.11ના 2 વિદ્યાર્થી વચ્ચે 6 મહિના પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખીને એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરીના 5થી 6 ઘા ઝીંકી દેતા વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવાયો હતો. સેટેલાઈટમાં રહેતા એક વેપારીનો દીકરો ધો.11 માં અભ્યાસ કરતો હતો.
Visit Saurashtra Kranti Homepage here
ગુરુવારે સાંજે વેપારીનો દીકરો તેના મિત્ર સાથે માનસી ચાર રસ્તા નજીકના કોમ્પ્યુટર કલાસીસમાં ઈન્કવાયરી માટે ગયો હતો. દરમિયાન બીજો એક વિદ્યાર્થી તેના 2થી 3 મિત્રો સાથે ત્યાં આવ્યો હતો અને સ્કૂલ બેગમાંથી છરી કાઢીને લિફ્ટ પાસે ઊભા રહેલા વેપારીના દીકરાને છાતી, હાથના કાંડા, કપાળમાં તેમ જ જમણા ખભા પર છરીના ઘા ઝીંક્યા હતા.જોકે લોકો ભેગા થતાં હુમલાખોર વિદ્યાર્થી અને તેના મિત્રો ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના મિત્રે વેપારી પિતાને ફોન કરતાં તેઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત દીકરાને હોસ્પિટલ લઈ ગયા હતા.
જોકે પિતાએ પૂછતાં દીકરાએ જણાવ્યું હતું કે, 6 મહિના પહેલાં ટ્યુશન કલાસીસમાં તેની સાથે ભણતા એક વિદ્યાર્થી સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને તે જ વિદ્યાર્થીએ તેના પર છરીથી હુમલો કર્યો હતો.આ અંગે વેપારીએ ફરિયાદ નોંધાવતા સેટેલાઈટ પોલીસે હુમલાખોર વિદ્યાર્થી વિરુદ્ધ ખૂનની કોશિષનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સેટેલાઈટ પીઆઈ ડી.બી.મહેતાએ જણાવ્યું હતું કે, હુમલાખોર વિદ્યાર્થી શ્યામલ ચાર રસ્તા પાસે રહેતો હોવાનું જાણવા મળતા તેની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.
Read About Weather here
જોકે આ જ સ્કૂલમાં ભણતો એક વિદ્યાર્થી 3 દિવસથી બહેનને પરેશાન કરતો હોવા અંગે બહેને સ્કૂલમાં જ ભણતા સગા અને પિતરાઈ ભાઈને ફરિયાદ કરી હતી, જેથી બહેનના બે ભાઈએ પરેશાન કરનાર છોકરાને ઠપકો આપતા તેમની વચ્ચે મારામારી થઇ હતી. ત્યારબાદ બહેન અને બંને ભાઈ ઘરે જઈ રહ્યા હતા ત્યારે હેરાન કરનાર છોકરા અને તેના પિતાએ તેમને રોકી બંને ભાઈ પર લાકડી વડે હુમલો કર્યો હતો. જો કે બહેન છોડાવવા વચ્ચે પડતા પિતા-પુત્રે તેની પર પણ હુમલો કર્યો હતો.સાબરમતી ત્રાગડ ગામમાં રહેતા એક પરિવારના બાળકો સાબરમતી ડી કેબિન પાસેની પરિમલ વિદ્યાલયમાં અભ્યાસ કરતા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here