હૃતિક રોશન પોતાનાથી 16 વર્ષ નાની એક્ટ્રેસ-સિંગર સબા આઝાદને ડેટ કરતો હોવાની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી થઈ રહી છે. હૃતિક પહેલી જ વાર મુંબઈની રેસ્ટોરાંની બહાર સબા આઝાદનો હાથ પકડીને જોવા મળ્યો હતો. જોકે, તે સમયે સબાને ઓળખી શકાઈ નહોતી. ત્યારથી બંને વચ્ચે અફેર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે હૃતિક રોશન તથા સબા મુંબઈ એરપોર્ટ પર હાથોમાં હાથ નાખીને જોવા મળ્યા હતા.હૃતિક રોશન તથા સબા મુંબઈ એરપોર્ટ પર કપલની જેમ જોવા મળ્યા હતા. બંનેએ એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો. હૃતિક રોશન વ્હાઇટ ટી શર્ટ તથા બ્લૂ જીન્સમાં હતો.
Visit Saurashtra Kranti Homepage here
સબા ગ્રે સ્પોર્ટ્સ બ્રા તથા બેગ્ગી પેન્ટમાં હતી.હૃતિક તથા સબાનો આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. જોકે, યુઝર્સે હૃતિકને ઘણો જ ટ્રોલ કર્યો છે, કારણ કે બંને વચ્ચેની ઉંમરનું અંતર વધારે છે. એક યુઝરે કમેન્ટ કરી હતી, ‘આ તો એક્ટરની દીકરી જેવી લાગે છે..’ અન્ય એકે કહ્યું હતું, ‘દીકરી સાથે ફરવા નીકળ્યો હોય તેમ લાગે છે…’હૃતિક તથા સબા પહેલી વાર કોમન ફ્રેન્ડની મદદથી મળ્યા હતા. પહેલી મુલાકાત બાદ બંને એકબીજાના સંપર્કમાં રહ્યા હતા.વેબ પોર્ટલ ‘મિડ ડે’ના અહેવાલ પ્રમાણે, રૂમર્ડ કપલે ગોવામાં થોડાં સમય પહેલાં વેકેશન મનાવ્યું હતું. વધુમાં બંને વચ્ચેની મિત્રતા કંઈક ખાસ બનતી જાય છે.
બંનેએ ગોવાના દરિયાકિનારે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હૃતિક આ સંબંધ અંગે ઘણો જ ગંભીર છે. તે સબા સાથે લગ્ન કરવા માગે છે.થોડાં સમય પહેલાં સબાએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં પિત્ઝા તથા પાસ્તા જોવા મળે છે અને આ જમવાનું હૃતિક રોશનના પરિવારે મોકલાવ્યું હતું. સબાએ રોશન પરિવારને બેસ્ટ ગણાવ્યો હતો.
તેણે કહ્યું હતું, ‘જ્યારે તમને ઘરની યાદ સતાવે, પરંતુ તમારી પાસે બેસ્ટ હૂમન (વાનગીનું નામ) ખાવા માટે હોય.’ ઉલ્લેખનીય છે કે હૃતિકની કાકી કંચન રોશન, એક્ટ્રની બહેન સુનૈનાની દીકરી સુરાનિકા તથા કાકાની દીકરી પશમિનાએ સબાને પિત્ઝા તથા પાસ્તા મોકલાવ્યા હતા.ઉલ્લેખનીય છે કે સબા આઝાદની મ્યૂઝિક કોન્સર્ટ પૂર્વ પ્રેમી અને મ્યૂઝિક પાર્ટનર ઈમાદ શાહ સાથે ફેબ્રુઆરીમાં પુણેમાં યોજાઈ હતી.
Read About Weather here
કોન્સર્ટ પહેલાં હૃતિક રોશને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘કિલ ઇટ ગાય્સ.’ ઉલ્લેખનીય છે કે ઈમાદ તથા સબાનું મેડબોય/મિંક નામનું ઇલેક્ટ્રો ફંડ બેન્ડ છે. કોન્સર્ટ પહેલાં હૃતિકે પ્રેમિકાને શુભેચ્છા પાઠવી હતી.હૃતિકે વર્ષ 2000માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યાં હતાં. આ જ વર્ષે હૃતિકે ‘કહો ના પ્યાર હૈ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ડિવોર્સ બાદ પણ હૃતિક તથા સુઝાન વચ્ચે સારું બોન્ડિંગ છે. 2006માં હૃતિક દીકરા રેહાન તથા 2008માં રેધાનના પેરેન્ટ્સ બન્યાં હતાં. જોકે, 31 ઓક્ટોબર, 2014ના રોજ બંને અલગ થઈ ગયા હતા. ડિવોર્સ બાદ સુઝાન ખાન ટીવી એક્ટર અલી ગોનીના ભાઈ અર્સલાન ગોનીને ડેટ કરે છે. બંને અવાર-નવાર સાથે જોવા મળે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here