લોધિકા પાસે પાંચ મેડિકલ છાત્રોની મોતની ઘટનાની શાહી સુકાઈ નથી, ત્યાં વધુ બે છાત્રો ડૂબી જવાથી મોત નિપજતા મેડિકલ કોલેજ – પરિવારમાં ગમગીની છવાઈ
તાજેતરમાં કાલાવડ રોડ પર બાલાજી વેફર્સ નજીક કાર અને એસટી બસના અકસ્માતમાં પાંચ પાંચ હોમીયોપેથી તબીબી છાત્રોનો ભોગ લેવાયો હતો. એ બનાવનો શોક હજુ ઓછો નથી થયો ત્યાં રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના બે તબિબી છાત્રોના ખીરસરા પેલેસ પાછળ વાછીયા ગામની નદીના ચેકડેમમાં ડૂબી જવાથી મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
Read Local News / Articles : Saurashtra , Gujarat
મૃત્યુ પામનારમાં મુળ શામળાજીના એક છાત્રએ એમડીનો અભ્યાસ આ વર્ષે જ પુરો કર્યો હતો અને બીજા માળીયા હાટીના તાબેના ઘુમલી ગામના યુવાનનો એમડીના બીજા વર્ષમાં અભ્યાસ ચાલુ હતો. બંને શનિવારે સાંજે ફરવા માટે ગયા હતાં એ પછી ન્હાવાની મજા માણવા ગયા હતાં અને ‘જળઘાત’ નડી ગઇ હતી. બનાવથી મેડિકલ કોલેજ, તબિબી છાત્રો, તબીબો, પ્રોફેસર્સ અને મૃતકોના સ્વજનોમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.
લોધીકા તાબેના ખીરસરા પેલેસ પાછળ આવેલી નદીના ચેકડેમમાં સવારે ઘટના સ્થળે બે જોડી કપડા, બે પર્સ અને એક બાઇક પડ્યા હોઇ જેથે બે યુવાન ડૂબ્યાનું જણાતાં ફાયર બ્રિગેડની ટીમે બીજા યુવાનનો મૃતદેહ શોધવા કલાકો સુધી પાણી ડખોળ્યું હતું. અંતે બીજો મૃતદેહ પણ મળી આવ્યો હતો. લોધીકા પોલીસ મથકના હેડકોન્સ. જગદીશભાઇએ ફોન નંબર અને આઇડીને આધારે તપાસ કરતાં આ બંને હતભાગી યુવાનો રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજ હોસ્ટેલમાં રહેતાં ચિરાગ પૂનમભાઇ ડામોર (ઉ.વ.૩૦-રહે. મુળ ફલ્લા-શામળાજી, હાલ અમદાવાદ) તથા રવિ ગોપાલભાઇ રાઠોડ (ઉ.વ.૨૭-રહે. મુળ ઘુમલી તા. માળીયા હાટીના જી. જુનાગઢ) હોવાની વિગતો મળી હતી.
બનાવની પીડીયુ મેડિકલ કોલેજ ખાતે જાણ થતાં તબીબો અને બંનેની સાથે અભ્યાસ કરતાં તબીબી છાત્રો ઘટના સ્થળે દોડી ગયા હતાં. બનાવથી સમગ્ર કોલેજમાં ગમગીની છવાઇ ગઇ હતી. વધુ માહિતી મુજબ ચિરાગે એમડીના છેલ્લા વર્ષનો અભ્યાસ હાલમાં જ પુરો કર્યો હતો અને રવિ બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ચિરાગ બે ભાઇ અને એક બહેનથી નાનો હતો. ચિરાગનો પરિવાર હાલ અમદાવાદ રહે છે. તેના પિતા બેંકના નિવૃત અધિકારી છે. આશાસ્પદ પુત્રના મોતથી પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા છે.
Read About Weather here
જ્યારે રવિ બે ભાઇ અને બે બહેનમાં સોૈથી નાનો હતો. તેના માતાનું નામ મણીબેન અને પિતાનું નામ ગોપાલભાઇ અરજણભાઇ રાઠોડ (કારડીયા રાજપૂત) છે. તેઓ ખેતી કરી ગુજરાન ચલાવે છે. કરૂણ બાબત એ છે કે રવિ રાઠોડની એક વર્ષ પહેલા જ સોમનાથના મીઠાપુરની યુવતિ સાથે સગાઇ થઇ હતી. આશાસ્પદ દિકરાના અકાળે મોતથી પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here