અકસ્માતમાં ત્રણના મોત, બે ઘાયલ
જેસીબી થી કાર તોડી મૃતદેહ બહાર કઢાયા ; મેડિકલ કોલેજના
ગમખ્વાર અકસ્માત ખીરસરા વિઝીટમાં જતા’તા અને કાળ ભેટ્યો
કાલાવડ રોડ પર ખીરસરા ગામ પાસે કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા કારનો બુકડો બોલી જઈ ડિવાઈડર પર ચડી ગઈ હતી.અકસ્માતમાં રાજકોટ હોમિયોપેથીક કોલેજના ત્રણ વિદ્યાર્થીના મોત નિપજયા હતા.જ્યારે બે વિદ્યાર્થીનીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લોધિકા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને બહાર કાઢ્યા હતા.
Subscribe Saurashtra Kranti here
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રોડ પર આવેલી રાજકોટ હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા પાંચ વિદ્યાર્થી આજે સ્વીફ્ટ કારમાં બેસીને ખીરસરા ગામની વિઝીટમાં જતા હતા. તે અરસામાં કાલાવડ રોડ પર ખીરસરા ગામ પાસે એસ.ટી બસ સાથે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારનો બુકડો બોલી ગયો હતો.અકસ્માત કેટલો ગંભીર છે તે દ્રશ્યો પરથી જ જોઇ શકાય તેમ છે. કારણ કે ST બસ અને કાર વચ્ચે અકસ્માત થતા કાર બસની આગળના ભાગમાં અંદર ઘુસી ગઇ હતી જેને બહાર કાઢવા માટે JCBની મદદ લેવી પડી હતી અને JCBની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
અકસ્માતના બનાવ અંગેની જાણ થતાં લોધિકા પોલીસ તથા સ્થાનિક ગ્રામજનો દોડી ગયા હતા.ગ્રામજનોએ કારમાંથી લોહી લુહાણ થયેલા સીમરબેન ગેલાણી ( ઉ.વ 22) , કૃપાલી ઉર્ફ ગજ્જર ( ઉ.વ 22 ) ને બહાર કાઢીને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના તબીબે સઘન સારવાર શરૂ કરી હતી.જો કે ડોકટરે બન્ને મેડિકલ ઓફિસરની તબિયત ગંભીર હોવાનું જણાવ્યું હતું.
Read About Weather here
જ્યારે બુકડો બોલી ગયેલી કારમાંથી લોધિકા પોલીસે જેસીબીની મદદથી કાર તોડીને મેડિકલ વિદ્યાર્થી નિશાંત દાવડા (ઉ.વ 22), ફોરમબેન ધાગાધરીયા, આદર્શ ગોસ્વામીના મૃતદેહોને બહાર કાઢીને પી.એમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા. ત્રણ લોકોના મોતના પગલે સિવિલ હોસ્પિટલમાં કોલેજના વિદ્યાર્થી તથા પરિવારજનો દોડી ગયા. મોતને ભેટનાર લોકોના પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. અકસ્માત અંગે લોધિકા પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કોલેજના સંચાલકોએ મૃતક નિશાંત દાવડા,આદર્શ ગોસ્વામી અને ધાગધરીયા ફોરમ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝીટ માં ગયા હોવાનું જણાવ્યું હતું
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here